Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કચ્છ મોરબી હાઈવે બંધઃ જળ પ્રવાહથી માળીયામિયાણા પંથકના ગામોમાં તબાહી

ડેમ ના દરવાજા ખોલ્યા અને નિચાણવાળા ગામમાં પાણી ઘુસ્યાઃ હાઈવે પર પાણી પાણી : હરીપર ગામ અને વિર વિદરકા ગામ પાણીમાં ઘેરાઇ ગયું

ટંકારા, તા. ર૪ : મોરબી જીલ્લામાં ભારે વરસાદ વરસતા સર્વેત્ર  પાણી-પાણી થઇ ગયું છે. મોરબી-કચ્છ હાઇવે બંધ થઇ ગયો છે. માળીયામીયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાય છે. 

માળીયા મી. પંથકમાં  સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસથી નદીઓમાં છોડવામાં આવતા પાણીને કારણે માળીયા મી. તાલુકાનું હરિપર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ઉપરવાસના વરસાદને લઈને અલગ અલગ ડેમોના દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ હરિપર ગામમાં દ્યુસી આવતા સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉદભવી છે. ગામના દરેક મકાનોમાં પાણી ફરી વળતા લોકોની દ્યરવખરી નાશ પામી છે કે નુકશાની થઈ છે. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે હાલ તો હરિપર ગામ બેટમાં ફેરવાયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામીણો જીવ બચાવવા માટે પોતાના દ્યરબાર, રાચરચીલું છોડી ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા વિવશ બન્યા છે ત્યારે તંત્ર આ ગામને ઉગારે એવી ગુહાર ગ્રામજનો લગાવી રહ્યા છે.

આ ગામ ઉપરાંત માળીયા મી.નું વીર વિદરકા ગામ પાણી વચ્ચે દ્યેરાઈ જતા સંપર્ક વિહોણું બન્યું છે. વિર વિદરકા ગામ નજીક આવેલ નેશનલ હાઇવે પર પહોંચવા માટેનું નાળુ મચ્છુના ધસમસતા પ્રવાહમાં તૂટી ગયું છે. આ અંગે ગ્રામીણોએ મામલતદારને અવગત કરાવ્યા છે. નદીઓ ગાંડીતુર થઈને બે કાંઠા તોડી વહેવા લાગતા ખેતરો જળમગ્ન બની ગયા છે. ખેતરોમાં ફરી વળેલા પાણીથી જગતતાતની મહેનત પર અને ભવિષ્યની ઉજળી આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ જતા આ પરિસ્થિતિને ખેડૂત વિવશતાભરી નજરે જોવા સિવાય કશુ કરી શકે એવી સ્થિતિ નથી. ગામની ચોતરફ પાણી ફરી વળતા ગ્રામીણોનું આવાગમન અટકી ગયું છે.

હરિપરની સાથોસાથ અંજીયાસર, વીર વિદરકા સહિતના ગામો પણ પૂરગ્રસ્ત બન્યા છે. કચ્છ હાઇવે સ્થિત આરામ હોટલ પાસે ત્રણ-ચાર ફૂટ પાણી ફરી વળતા કચ્છ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો છે.

જો માળીયા મી.ની છેલ્લી સ્થિતિ પર નજર કરીએ તો, માળીયા મી.ના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસેડાઇ રહ્યા છે. જયારે આમરણ ચોવીસીના ઝીંઝુડા, માળીયાના ખીરસરા, બોડકી ગામનો સંપર્ક કપાઈ ગયો છે. તંત્ર આ તમામ વિસ્તારોમાં જલ્દીથી જલ્દી રાહત પહોંચાડે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે.

મોરબીઃ લાઇન્સનગર વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિકોની હાડમારી વધી

મોરબી : અનરાધાર વરસાદ અને ઓવરફ્લો થયેલા ડેમોના દરવાજા ખોલાતા મોરબી જિલ્લો જળમગ્ન બની ગયો છે. ખાસ કરીને મોરબી શહેરની હાલત દયનિય બની છે ત્યારે લાઇન્સનગર વિસ્તારમાં લોકોના દ્યરમાં દ્યુસેલા પાણીથી મહિલાઓ, બાળકો અને વૃદ્ઘો તથા બીમાર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લાઇન્સ નગર વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી ચૂકેલા પાણી હવે લોકોના દ્યરના દરેક રૂમ અને રસોડા સુધી પહોંચી જતા ગૃહિણીઓ માટે રસોઈ કેમ કરવી એ એક મોટી સમસ્યા થઈ પડી છે. દ્યરવખરી બચાવવાની કવાયત વચ્ચે પરિવાર માટે સમયસર ભોજન વ્યવસ્થા કરવામાં ગૃહિણીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ઘો કે બીમાર વ્યકિત જે પરિવારમાં હોય તેઓની હાલત અત્યંત કફોડી બની છે. આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં તંત્ર ટૂંકું પડી રહ્યું હોય એમ સ્થાનિકોની વારંવારની રજુઆત બાદ પણ પાલિકામાંથી કોઈ અહીં ડોકાયું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. લાઇન્સ નગરની શેરી નંબર ૧દ્મક ૫ સુધીમા સ્થાનિક સમાજ સેવકો લોકોની ખબર અંતર પૂછી પરિસ્થિતિનો કયાસ લગાવી તંત્રને ઢંઢોળવા મથે છે પણ તંત્ર દ્વારા કોઈ જમીની કામગીરી ન થતા લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા ૪૮ કલાક માટે હજુ વધુ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે લોકોની ચિંતામાં વધારો થયો છે. જૂની પેઢીના નાગરિકો કે જેઓ મચ્છુ હોનારતના સાક્ષી રહ્યા છે તેઓ હાલની પરિસ્થિતિમાં વધુ ભયભીત હોવા છતાં સતર્કતા વર્તી રહ્યા છે.(૯.૩ર)

મોરબીના માણેકવાડા ગામે બે કાચા મકાનો ધરાશાયી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

મોરબી : સતત વરસતા વરસાદ અને ઉપરવાસમાંથી છોડતા પાણીને કારણે મોરબી જીલ્લાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી મિલકતો અને દ્યરવખરીની નુકશાનીના અહેવાલો સતત મળી રહ્યા છે.

ત્યારે મોરબીના માણેકવાડા ગામે બે કાચા મકાનો ધરાશાઈ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય એક મકાન પડું પડુંની સ્થિતિ હોય સ્થાનિકો દ્વારા સાવચેતી રખાઈ રહી છે. માણેકવાડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી દ્યસી આવતા જર્જરિત અને કાચા મકાનો પર જોખમ ઉભું થયું છે. જે પૈકીના બે મકાનો તૂટી પડ્યા છે. હાલ વરસાદ સતત ચાલુ હોય ગામમાં લોકોને સાવચેત કરાયા હોવાનું ઉપ સરપંચ યોગરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના તમામ ડેમો ઓવરફ્લો

મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની ૨૪ ઓગસ્ટ, સોમવારે બપોરે ૧.૩૦ વાગ્યાની સ્થિતિ નીચે મુજબ છે.

૧) મચ્છુ-૨ ડેમ, ૮૯૦૨૬ કયુસેકની જાવક, ૧૪ દરવાજા ૧૦ ફુટ ખુલ્લા

૨) મચ્છુ-૧ ડેમ, ૩૨૭૬૮ કયુસેકની જાવક, ૨ ફૂટે ઓવરફ્લો

૩) ડેમી-૧ ડેમ, ૯૩૦૦ કયુસેકની જાવક,૧.૩૧ ફૂટે ઓવરફ્લો

૪) ડેમી-૨ ડેમ, ૩૭૦૬૩ કયુસેકની જાવક, ૧૩ દરવાજા ૪ ફૂટ ખુલ્લા

૫) બંગાવાળી ડેમ, ૬,૬૧૦ કયુસેકની જાવક, ૩ ફુટે ઓવરફ્લો

૬) ડેમી-૩ ડેમ, ૫૯૪૪૪ કયુસેકની જાવક, ૧૦ દરવાજા ૧૦ ફુટ જેટલા ખુલ્લા

૭) મચ્છુ ૩ ડેમ, ૧,૫૭, ૮૬૦ કયુસેકની જાવક, ૧૮ દરવાજા ૧૦ ફુટ ખુલ્લા

૮) દ્યોડાધ્રોઇ ડેમ, ૫,૯૮૧ કયુસેકની જાવક, ૪ દરવાજા ૧ ફુટ ખુલ્લા

૯) બ્રાહ્મણી- ૨ ડેમ, ૫,૨૬૦ કયુસેકની જાવક, ૩ દરવાજા ૨ ફુટ ખુલ્લા

૧૦) બ્રાહ્મણી-૧ ડેમ, ૩૪૪૧ કયુસેકની જાવક, ૦.૫૦ ફૂટે ઓવરફ્લો

(4:23 pm IST)