Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વિસાવદર પાલિકામાં સતા પરિવર્તન, ર૦ વર્ષ પછી ભાજપનું શાસન

બે સભ્યોના બળવાથી કોંગ્રેસે શાસન ગુમાવ્યું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૪ : આજે જૂનાગઢ જિલ્લામાં  નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ છે. જેમાં વિસાવદર પોલિકામાં  સત્ત્।ા પરિવર્તન આવ્યુ છે. બે સભ્યોના બળવાથી કોંગ્રેસે શાસન ગુમાવ્યુ છે અને ર૦ વર્ષ પછી વિસાવદર પાલિકામાં ભાજપ સતારૂઢ થયેલ છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર, વંથલી, માણાવદર, ચોરવાડ, માંગરોળ અને બાંટવા પાલિકાની પ્રથમ અઢી વર્ષની ટર્મ  પુરી થતા આજે બીજી ટર્મ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી જાહેર થયેલ.

જે મુજબ આજે સવારે છ એ છ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિસાવદરમાં  પાલિકાની સવારે મળેલી સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટલી યોજાઈ હતી અને કોંગ્રેસના બે સભ્યોએ   બળવો કરીને ભાજપનાં પ્રમુખ તથા ઉપપ્રમુખ પદના ઉમેદવારોને પોતાનો મત આપ્યો હતો. જેના પરિણામે કોંગ્રેસના.   શાસનનો અંત આવ્યો અને સત્ત્।ા પરિવર્તન થતા ભાજપના કૌશીકભાઈ વાધેલા પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ પદે ઘનશ્યામભાઈ ડોબરીયા ચૂંટાયેલા જાહેર  થયા હતા.

આમ વિસાવદર નગરપાલિકામાં ૨૦ વર્ષ પછી ભાજપનું શાસન આવતા કોગ્રેસમાં શોપો પડી ગયો છે.

વંથલીની માફક ચોરવાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું શાસન યથાવત રહેલ છે. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના  ધર્મપત્ની જલ્પાબેન ચુડાસમા બીજી ટર્મ માટે પણ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જયારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ભીખાભાઈ  ફરી ચૂંટાઈ આવતા તેઓ બંન્નેેે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

(3:14 pm IST)