Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જુનાગઢના બિલ્ડર્સ સનતભાઇ બામટાનો પરિવાર કોરોનાની ઝપટે

પત્નિ કોરોનાના જંગ સામે હારી ગયા મોત : સનતભાઇ, પુત્ર અને પુત્રવધુ સારવાર હેઠળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪ : જુનાગઢ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી બિલ્ડર્સ સનતભાઇ ગાંગજીભાઇ બામટાનો આખો પરિવાર કોરોનાની ઝપટે ચડી જતા સમાજમાં અરેરાટી વ્યાપી છે.

આજથી ૧૦ દિવસ પહેલા પ્રથમ તો સનતભાઇને કોરોના પોઝીટીવ આવેલ ત્યાર બાદ તેમના પત્નિ જયોત્સનાબેનને બાદમાં પુત્ર રવિભાઇ અને તેના પત્નીને કોરોનાએ ઝપટમાં લેતા આ આખો પરિવાર હોમકોરોન્ટાઇન રહી ઘરે ડોકટરની દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યો હતો. દરમ્યાન જયોત્સનાબેનને કોરોના સાથે ડાયાબીટીસ અન્ય બિમારીને લીધે તબિયત લથડતા પાંચ દિવસ પહેલા તેઓને સીવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં તેઓ તા. રર ઓગસ્ટને શનિવારના સાંજે પ કલાક કોરોના સામેની જંગ હારી જતા તેમનું મોત થયું હતું અને બામટા પરિવાર સંક્રમિત હોવા છતાં તેમની અંતિમવિધિ માટે પુત્ર રવિભાઇ અને પુત્રી વિભાબેન ગયા હતાં અને માતુશ્રીને અંતિમવિદાય આપી હતી. ત્યારે સૌ કોઇની આંખમાં આસુધારા વહી ગઇ હતી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ટેલીફોનિક બેસણુ રાખવામાં આવ્યું છે. જેમાં સનતભાઇ મો. ૯૮રપ૦ ૪૯૭૧૮ અને રવિભાઇ ૯૯૭૯૮ ૯૬૬૧૮ ઉપર દિલાસો પાઠવી શકશો.

(3:11 pm IST)