Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વંથલી પાસે સ્કોર્પીયોની ઠોકર મારી કચડી નાંખવાનો પ્રયાસ

ખુનની ફરીયાદના મનદુઃખથી હુમલો કર્યો

જુનાગઢ તા. ર૪ : વંથલી પાસે એક યુવાનને સ્કોર્પોયોની ઠોકર મારી તેને કચડી નાખવાનો ૯ શખ્સોએ પ્રયાસ કરતા સનસની મચી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે વંથલી તાલુકાના સોનારડી ગામે રહેતા ગામેતી મકબુલ દિલાવર ઉર્ફે ડાડાભાઇ પલેજા (ઉ.રર) એ તેના પિતાની એક વર્ષ અગાઉ થયેલ ફરીયાદ અંગે અબ્દુલ હુસેન પલેજા યુસુફ અને અબ્દુલ મુસા પલેજા વિરૂદ્ધ ખુની ફરીયાદ નોંધાવી હતી.

આ કારણસર ગઇકાલે બપોરના આ ત્રણેય શખ્સો  અંગે છ અજાણ્યા ઇસમો સ્કોર્પીયોમાં સોનારડી ગામે આવેલ અને મકબુલને સ્કોર્પીયોની મારતા તે પડી ગયો હતો.બાદમાં આ શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારી અબ્દુલ પલેજાને ઇજા પહોચાડી નાસી ગયા હતા.

આ બનાવ અંગે પોલીસે ફરીયાદના આધારે હુમલાખોરો સામે રાયોટીંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી વિશેષ તપાસ પીએસઆઇ. બી.કે. ચાવડા ચલાવી રહ્યા છે.

(3:10 pm IST)