Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા

જામનગર : શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા. મકવાણા સોસાયટીમાં છેલ્લા ૧૦ વર્ષથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાય છે. લોકોએ અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો આવ્યો નથી. ઘરોમાંથી લોકોને વરસાદી પાણી ઉલેચવા પડે છે. જામનગરના મકવાણા સોસાયટી, રામેશ્વર, નવાગામ ઘેડ અને મચ્છરનગર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતા. જામનગર જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ છે જેને પગલે જામનગર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા ત્યારે નીચાણવાળા વિસ્તારના અનેક મકાનોમાં પાણી ઘુસ્યા હતા ત્યારે લોકોએ પોતાના ઘરની બહાર પાણી કરતા પણ નજરે ચડયા હતા. ઉદ્યોગનગરના રસ્તે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. સવારથી જ ભારે વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:09 pm IST)