Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

દ્વારકા નગરપાલિકાના પ્રમુખ પદે જ્યોતિબેન સામાણીઃ ઉપપ્રમુખપદે પ્રકાશભાઇ વાઘેલા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૪ : દ્વારકા નગર પાલિકાના પ્રમુખ પદે જયોતિબેન સામાણીની વરણી કરાઇ છે. પ્રાંતઅધિકારી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા નગર પંચાયત માંથી રૂપાંતર થયું તે સમયે નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે જ્યોતિબેન સામાણી ચૂંટાયા હતા. અને છેલ્લી પાંચ ટર્મથી તેઓ નગરસેવિકા તરીકે ચૂંટાઈ આવે છે અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઇ વાઘેલાની વરણી કરાઇ છે.

(3:06 pm IST)