Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભાણવડ ૪ાા, જામજોધપુર ૪, લખપત ૩ાા, દ્વારકા - માંડવી - ગોંડલમાં ૩ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છના મેઘાવી માહોલ યથાવત : સર્વત્ર વરસતો વરસાદ

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મેઘાવી માહોલ આજે પણ યથાવત છે. આજે સવારના ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૪ કલાકમાં ભાણવડમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૪ ઇંચ તથા કચ્છના માંડવીમાં ૩ ઇંચ, લખપતમાં ૩ાા ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલમાં તથા અબડાસામાં પણ ૩ ઇંચ વરસાદ વરસ્યો છે.

ભાવનગર જિલ્લાના જેસર પોણો ઇંચ, ગારીયાધારમાં અડધો ઇંચ તથા ઉમરાળા, તળાજા, ભાવનગર અને સિંહોરમાં વરસાદી ઝાપટા પડયા છે. જ્યારે બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદ શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. બરવાળા અને રાણપુરમાં ઝાપટા પડયા છે.

કચ્છના લખપતમાં ૩ાા ઇંચ, માંડવી અને અબડાસામાં ૩ ઇંચ તથા નખત્રાણા અને રાપરમાં ૨ ઇંચ તેમજ ભુજ, ભચાઉ અને ગાંધીધામમાં ૩ાા ઇંચ વરસાદ પડયો છે. ભુજમાં આજે સવારથી બપોર સુધીમાં ૧ ઇંચ તથા અંજારમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૪ાા ઇંચ, દ્વારકામાં ૩ ઇંચ તથા ખંભાળીયા અને કલ્યાણપુરમાં સવા ૨ ઇંચ વરસાદ પડયો છે.

અમરેલી જિલ્લાના બાબરા અને લીલીયામાં દોઢ ઇંચ તથા ધારી - બગસરામાં ૧ ઇંચ તેમજ સાવરકુંડલામાં પોણો ઇંચ તથા અમરેલી અને ખાંભામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં ૨ ઇંચ, જુનાગઢ શહેર અને માળીયામાં અડધો ઇંચ તેમજ માંગરોળ, માણાવદર, વંથલીમાં વરસાદી ઝાપટા પડયા છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ત્રણ ઇંચ, જામકંડોરણામાં પોણા ૨ ઇંચ તથા વિંછીયા અને કોટડાસાંગાણીમાં અડધો ઇંચ તેમજ ઉપલેટા - જેતપુર - જસદણ - ધોરાજી - પડધરી - રાજકોટ - લોધીકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને લખતરમાં ૨ ઇંચ તેમજ સાયલા, મૂળી અને થાનગઢમાં પોણા ૨ ઇંચ તેમજ પાટડીમાં દોઢ ઇંચ તથા લીંબડી - ચોટીલા - ચુડા અને ધ્રાંગધ્રામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા અને પોરબંદર જિલ્લાના પોરબંદર શહેર અને રાણાવાવમાં હળવા ભારે ઝાપટા પડયા છે.

(1:06 pm IST)