Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

માળીયા મીંયાણાના નવાગામમાં ખાડો કરીને સંતાડી રાખેલો ત્રણ લાખનો દારૂ ઝડપાયો

મોરબી તા. ૨૪ : માળિયા પોલીસની ટીમે બાઈકમાં જતા હનીફ મુરાદ કટિયા રહે નવાગામ અને યોગેશ રમેશ ધામેચા રહે ધરમનગર વાળાને ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે ઝડપી લીધા હતા જે આરોપી પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂ તેમજ મોબાઈલ અને મોટરસાયકલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને દારૂનો જથ્થો આરોપીઓએ જાવેદ ગુલામ જેડાના નવાગામમાં આવેલ ઘર પાસે ખાડો કરીને સંતાડેલ હોય તેવી કબુલાત આપતા પોલીસની ટીમે નવાગામ ઝાપામાં મેઈન બજારમાં મંદિર આગળ જે વાડામાં મકાન પાસે ખાડો ખોદીને સંતાડીને રાખેલ દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો માળિયા પોલીસ ટીમને કુલ ૯૬૦ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

માળીયા પોલીસે સંતાડી રાખેલ દારૂનો જથ્થો, મોબાઈલ અને મોટરસાયકલ સહીત કુલ રૂ ૩.૧૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી હનીફ મુરાદ કટિયા રહે નવાગામ તા. માળિયા, યોગેશ રમેશ ધામેચા રહે ધરમનગર મોરબી, જુમા હૈદર જેડા રહે નવાગામ તા. માળિયા અને જાવેદ ગુલામ જેડા રહે નવાગામ તા. માળીયા એમ ચાર સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:57 pm IST)