Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

લોધીકા-પડધરી પંથકમાં ભારે વરસાદને કારણે ગામડાની બસો પાછી ફરીઃ ટ્રાફીક માત્ર ૨૦ ટકા : શાસ્ત્રીમેદાન પાણી-પાણી

નવા બસ પોર્ટમાં કોઇ મુશ્કેલી નથીઃ અમદાવાદ-સુરત-વડોદરાની બસો રાબેતા મુજબ રવાના

રાજકોટ, તા., ૨૪: ભારે વરસાદને કારણે રાજકોટ એસટીમાં હાલ માત્ર ર૦ ટકા ટ્રાફીક છે પરંતુ તમામ બસો નિયમીત સમય મુજબ દોડાવાઇ રહી છે.

મળતી વિગતો મુજબ રાજકોટ એસટી ડીવીઝનની તમામ બસોના ડ્રાઇવર-કંડકટરોને સુચના અપાઇ છે કે જયા પાણી ભરાયેલા હોય, ગ્રામ્ય વિસ્તારમાં જઇ શકાતુ ન હોય, બસો હેડ કવાર્ટર પરત લઇ આવવા આદેશો કરાયા છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે લોધીકા-પડધરી પંથકમાં ભારે વરસાદને કારણે ગામડામાં જતી બસો પાછી ફરી રહી છે.

બીજી બાજુ અમદાવાદ-સુરત-વડોદરાની બસો નિયમીત ઉપાડવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન શાસ્ત્રીમેદાન બસ પોર્ટ સતત વરસાદથી પાણી-પાણી થયું છે. આખુ મેદાન પાણીથી ભરાઇ ગયું હોય અહીથી ઉપડતી બસોના મુસાફરોને ભારે હાલાકી થઇ રહી છે.

જયારે નવા બસ પોર્ટમાં વરસાદને કારણે કોઇ મુશ્કેલી પડી નથી. વરસાદના પાણીનો સતત નિકાલ થઇ રહયો છે. સેલર કે દુકાનોમાં પાણી નહી હોવાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

(12:57 pm IST)