Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાયસંગપુર ગામનો વોંકળો બે કાંઠે જતા પિતા-પુત્ર તણાયા

પુત્રને લઇ પરીક્ષા આપવા દલવાડી હળવદ જતા'તા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૪ : રાયસંગયુર ગામનો ઓકળો બે કાંઠે આવતા પિતા અને પુત્ર પાણીમાં તણાયા હતા, રાયસંગયુર ગામે ઉપરવાસના વરસાદના કારણે હળવદ થી રાયંસગપુર જવા રસ્તા પર આવેલ ઓકરો ભારે વરસાદના પગલે ઉપરવાસના પાણી જતા રાયસંગપુર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી ઉ, ૪૫ પોતાના પુત્રની પરીક્ષા આપવા હળવદ આવતા હતા ત્યારે ૧૮ વર્ષ નો શ્રીપાલ અને તેના પિતા બંને પાણીમાં તણાવા લાગ્યા હતા બનાવની જાણ લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારબાદ હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ ગામના સરપંચ તેમજ રાયસંગપુર ગામના લોકો સહિતના આગેવાનો ઓકરા ખાતે દોડી ગયા હતા તરવૈયાની ટીમ દ્વારાઅને ટેકટર અને રસિઓ સાથે રેસ્કુયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે,સ્થાનિક લોકો દ્ઘારા બંન્નેની સોધખોળ શરુ કરવા માં આવી છે

(12:55 pm IST)