Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ચોટીલામાં ૪ાા ઇંચ : ત્રિવેણી ઠાંગા ડેમ ફરી ઓવરફલો

ચોટીલા તા. ૨૪ : ગઇકાલે દિવસથી આજ સવારે આઠ વાગ્યા સુધીમાં ચોટીલા ખાતે સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

ધીમીધારે વરસતા વરસાદને કારણે કોઇ અન્ય નુકશાનીના અહેવાલ નથી પરંતુ તમામ નદી નાળા વોકળાઓ અને ભોગવવામાં સતત પુર વહેતા રહેતા અનેક ગામોના સંપર્ક અટકાઇ ગયેલ છે.ઙ્ગ

સતત વરસાદ ને કારણે લોકો અને ખેડૂત વર્ગમાં પણ ચિંતા પ્રસરી છે. કાચા મકાન ધરાવતા પરિવારો દ્વિધામાં મુકાઈ ગયા છે. ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં આવેલ કેટલાક મકાનોમાં અને ફળીયામાં પાણી ભરાઈ ગયા છેઙ્ગભોગાવો નદી બે કાઠે ધસમસતા પ્રવાહ સાથે વહેતી થઈ છે.ઙ્ગઠાંગા વિસ્તારમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદને કારણે અનેક નદી નાળામાં પુરો આવેલ છે. જેમા પીપળીયા (ધા), નવાગામ જેવા ગામનાં લોકો બેઠા કોઝવેને કારણે સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.તાલુકામાં આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થતા નિચાણવાળા ગામડાઓને નદીના પટ અને નિચાણવાળા વિસ્તારમાં ન જવા તાકીદ કરાયા છે. સતત વરસાદને કારણે મોટાભાગના ગામોમાં આવેલ નાના મોટા તળાવોમાં નવા નીર આવેલ છે તો અનેક તળાવો ઓગની જવાની તૈયારીમાં છે.

(12:53 pm IST)