Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના નવા ૧૩ પોઝીટીવ કેસ

પોરબંદર, તા. ર૪ :  ગઇકાલે શંકાસ્પદ કોરોનાના ૮ર સેમ્પલ મોકલવામાં આવેલ હતાં. જેમાં ૧૩ કેસના કોરોના પોઝીટીવ રિપોર્ટ તથા ૬૯ કેસના કોરોના નેગેટીવ રિપોર્ટ આવેલ છે.

કોરોનાની સારવાર લઇ રહેલ ૧૮ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં હાલ કોરોનાના ૪ર દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૩ દર્દીઓ આઇસોલોેશન વોર્ડમાં સારવારમાં છે.

કોરોનાના નવા ૧૩ પોઝીટીવ કેસ ભાટીયા બજાર, નાગરવાડા, આર્ય કન્યા ગુરૂકુળ નજીક વિસ્તાર, એસ.ટી. રોડ રતનપર તથા કુતિયાણાના માંડવા અને રાણાવાવ વિસ્તારનાછે.

(12:51 pm IST)