Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ધોરાજીમાં ૧૧૦ લોકોનું સ્થળાંતરઃ રાજકોટના જંગલેશ્વરમાંથી ૧૧૦૦ લોકો ખસેડાયાઃ કલેકટરની SDRF ટીમ કોર્પોરેશનને અપાઇ

ગોંડલથી વધુ એક SDRF ટીમ રાજકોટ બોલાવાઇઃ જીલ્લાના તમામ તંત્ર હાઇએલર્ટ

રાજકોટ તા. ર૪ :.. ભારે વરસાદને કારણે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને સમગ્ર તંત્રને હાઇએલર્ટ ઉપર મુકી દીધી છે., તમામ પ્રાંત-મામલતદારો-ટીડીઓ ને દર બે કલાકે રીપોર્ટ મોકલવા સુચના આપી છે.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપલેટા-ધોરાજી સહિતના ગ્રામ્ય પંથકમાં કોઇ મુશ્કેલી નથી, પણ ધોરાજી નગરપાલિકા ક્ષેત્રમાં ૧૧૦ લોકોનું સ્થળાંતર કરાયું છે.

તેમણે જણાવેલ કે આજી નદીના ધસમસતા પાણી અને ભારે વરસાદને કારણે જંગલેશ્વરમાં ૧૧૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે, તેમજ રાજકોટમાં રહેલ એસડીઆરએફ ની એક ટીમ કોર્પોરેશનના હવાલે મૂકાઇ છે, જો ત્યાં દોડી ગઇ છે.

તેમણે જણાવેલ કે આ ઉપરાંત ગોંડલ ખાતેથી એસડીઆરએફ ની એક ટીમ રાજકોટ બોલાવાઇ છે, જીલ્લામાં અન્યત્ર કોઇ મુશ્કેલી કે જાનહાનિ નહિ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

(12:50 pm IST)