Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સાવરકુંડલાના નેસડી ગામનાં ભાઇ-બહેન પાણીમાં ડુબી જતા અરેરાટી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૦ :  સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના બે  સગા બેન ભાઈ તેમના પિતા ની નજર સામે જ પાણીમાં ડૂબી જતાં નાના એવા ગામ માં અરેરાટી વ્યાપી જવા પાણી હતી

આ અંગે ના મળતા ગામ સાવરકુંડલા તાલુકા ના નેસડી અને સમઢીયાળા વચ્ચે આવેલ નદીમાં ગયેલ ન્હાવા ગયા હતા જે દરમ્યાન ગોપી કાળુભાઇ સરવૈયા ઉ.વ. ૧૨ અને માવન કાળુભાઇ સરવૈયા  ઉ.વ. ૧૦ આ બને બેન ભાઈ પિતા ની નજર સામે જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ બનાવ ની જાણ સાવર કુંડલા લીલીયા ના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત ઘટના સ્થળે પહોંચી ગયા સાવરકુંડલા નગર પાલિકા ફાયર વિભાગ ને જાણ કરી તાબડતોબ ઘટના સ્થળે બોલાવવા માં આવેલ હતા મામલતદાર સહિત ના સેવા ભાવિ અને મદદ કરતા ઓ  પહોચી ગયા હતા પાણી માં ડૂબી ગયેલ બને બેન ભાઈ ને બાળકો ની શોધ ખોળ શરૂ કરેલ હતી. નાના ભૂલકા ઓ ડૂબી જવા ની ઘટના થી નેસડી સહિત સમગ્ર સાવરકુંડલા તાલુકામાં ભારે અરેરાટી વ્યાપી  છે.

(12:49 pm IST)