Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અમરેલી જીલ્લામાં અડધાથી ૩ ઇંચ વરસાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૪ :.. અમરેલી જીલ્લામાં ચોવીસ કલાકમાં અડધાથી ત્રણ ઇંચ જોવા વરસાદ પડેલ છે. જેમાં સાવથી વધુ રાજુલા ત્રણ ઇંચ ઉપરાંત અને સવારનો વરસાદ લીલીયામાં અર્ધો ઇંચ પડેલ છે. રાજુલામાં ૭૩ મી. મી. વડીયામાં પ૮ મી. મી. બાબરા ૪૪ મીમી ખાંભા ૩ર મી. મી. જાફરાબાદ ૩૦ મી. મી. ધારી ર૮ મી. મી. લાઠી ર૭, બગસરા ર૬ મી. મી.  સાવરકુંડલ ર૬ અમરેલી સીટી ર૪ મી. મી. લીલીયા ર૬ મી. મી. વરસાદ પડીયો હતો. ગઇકાલ સુધીમાં સીઝનો કુલ વરસાદ અમરેલી ૭૭૭ મી. મી. વરસાદ પડેલ છે.

આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો. એક ધારો ૧૦ વાગ્યા સુધી પડીયો હતો. વધુ ૧ાા થી બે ઇંચ જોવો વરસાદ પડી જતા ચારે તરફ પાણી પાણી વહેતા થયા હતાં.

જયારે અમરેલી જીલ્લાના ગ્રામ તસ્વીરોમાં પણ સારા વરસાદ પડીયાન વાવડ મળેલ છે. જેથી નદી-નાળામાં વહેતા પાણી થાય છે.

(12:51 pm IST)