Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સાવરકુંડલાનો સુરજવડી ડેમ ઓવરફલોઃ સતત પાણી વહેતા લુવારા-આંબરડીનો રસ્તો બંધ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ર૪ :.. સાવરકુંડલા તાલુકાનો સુરજવડી ડેમ ચાલુ વર્ષના ભારે સતત વરસાદથી અતિ ઓવરફલો થતા ચોવીસે કલાક પુર જેટલા પાણી સતત વહેતા લુવારા-આંબરડીનો રસ્તો બંધ થઇ ગયો છે.

આ ખેડૂતો ખેતરે જઇ શકતા નથી. જવુ હોય તો બાઢડા-આંબરડી થઇ ૧૭ થી ૧૮ કિલો મીટર જેટલું અંતર કાપવુ પડે છે. કરીયાણુ, ખાતરો,  મેડીકલ વિ. કામો માટે લુવારા ગામાનો આંબરડી ગામ સાથે પરંપરાગત વ્યવહાર છે. જે પણ બંધ થયેલ છે.

લુવારા ગામના પ્રભાવિત ખેડૂતો અને નાગરીકો તરફથી સ્થળ પર રૂબરૂ મુલાકાત રજૂઆત થતાં. સાવરકુંડલા માર્કેટ યાર્ડના ચેરમેન અને સક્રિય ખેડૂત કાર્યકર દીપકભઇ માલાણીએ ખેડૂતોની હાજરીમાં ડેમ સાઇડની રૂબરૂ મુલાકાત લઇ સમસ્યાની જાણકારી મેળવેલ. તે વખતે ગામના અગ્રણી આપભાઇ ચાંદુ, હકુભાઇ ચાંદુ, નરેશભાઇ ચાંદુ, તથા લખુભાઇ વાડીયાભાઇ, ઉમેદભાઇ, કેશુભાઇ, દિપકભાઇ, બીચ્છુભાઇ, મનુભાઇ, ઘુસાભાઇ સાથે રહ્યા હતાં.

દિપકભાઇ માલાણીએ સિંચાઇ વિભાગ સમક્ષ સુરજવડી ડેમના ઓવરફલો નીચે વિસ્તારમાં લુવારા-આંબરડીની વચ્ચે વહેતી સુરજવડી નદી પર માઇનોર બ્રીજ બાંધવા રજૂઆત કરેલ છે.

(12:47 pm IST)