Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કેશોદમાં બે ઇંચ : ભાદરવાનો એક દી' પણ કોરો ગયો નથી : અષાઢી માહોલ વચ્ચે હવે વરાપની તાતિ જરૂર

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૪ :  છેલ્લા દશ દિવસથી કેશોદ વિસ્તારમાં ભર ભાદરવે પણ અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાતા ભાદરવો ભરપુર સાબીત થયો છે.

આ વિસ્તારમાં હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ, અષાઢ અને શ્રાવણ માસ દરમિયાન મેઘરાજાએ માંગ્યા 'મેહ' વરસાવ્યા બાદ ભાદરવામાં પણ પોતાનો પ્રભાવ ચાલુ રાખતાં સિઝનનો કુલ આંકડ ૪૮ ઇંચ પહોંચેલ છે.

અત્રે લગભગ છેલ્લા દશ દિવસથી અષાઢી માહોલની માફક વરસાદ વરસી રહેલ છે. ભાદરવા માસનો એક પણ દિવસ કોરો (વરસાદ વગરનો) ગયો નથી. આજે ભાદરવા માસના છઠ્ઠા દિવસે પણ આકાશમાં કાળા ડીબાંગ વાદળો સતત છવાયેલા જ રહેતા સવારે પણ વરસાદી યથાવત જણાઇ રહેલ છે. આકાશી સ્થિતિ જોતાં વધુ વરસાદની સંભવના જણાઇ રહેલ છે.

વરસાદના કારણે છેલ્લા દશેક દિવસથી રસ્તો સતત પાણીથી ભરાયેલા જ જોવા મળે છે. આ સ્થિતિ  વચ્ચે વરાપની તાતી જરૂર જણાઇ રહેલ છે.

અત્રે ગઇકાલ સવારથી આજ સવાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે ઇંચ જેવો વરસાદ વરસી ગયેલ હતો.

(12:45 pm IST)