Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

લોધિકા પંથકમાં પૂરમાં બાઇક સાથે તણાયેલ ધોરાજીના શિક્ષક પુત્ર ધુવેન માવાણીની લાશ મળીઃ થોડા સમય પછી લગ્ન હતા

ધોરાજી-ખીરસરા, તા.૨૪:  લોધીકા તાલુકાના મોટાવડા રોડ ઉપર આવેલા વાશિયાવાળી નદીના બેઠા પુલ ઉપર પાણી ના પુરમાં બાયક સાથે તણાએલ ધોરાજીના અશ્વિનભાઈના પુત્ર ધુવેન ઉ.વ.૨૫નો મૃતદેહ મળી આવેલ છે તા.૨૧ના  ધુવેન ધોરાજી આવેલ તેમના પરિવાર સાથે પોતાના લગ્નની ખરીદી પુરી કરી પોતાના નોકરીના સ્થળે તા.૨૧ના સાંજના સમયે બાયક ઉપર લોધીકા તાલુકા ના પાભર ઇટાળા ગામે આવેલ વસુંધરા એગ્રો બાયોટેક ખાતે જઇ રહેલ તે સમયે પુલ ઉપર પાણી નું પુર આવેલ તેમાં પસાર થતા પાણીમાં પડેલ જેની જાણ ધુવેનના પરિવારે રાજકોટ ફાયર બ્રિગેડને કરતા રાજકોટથી તરવૈયાની ની ટીમ તા.૨૨ ના આવેલ પરંતુ તે દિવસે નહીં મળતા ફરી તા.૨૩ વહેલી સવારે ટીમ આવતા વાશિયાવાડી નદીમાં થી ધુવેનની લાશ મળી આવેલ ધુવેનભાઇના પિતાના ધોરાજી સુખડીયા સમાજ પાસે હિરપરા વાડી પાસે રહે છે તેમજ જામકંડોરણા તાલુકાના રાયડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમજ ધુવેનભાઇના માતુશ્રી પણ શિક્ષક છે અશ્વિનભાઈ ને પુત્રમાં એક ધુવેન તેમજ એક પુત્રી છે જેમના લગ્ન થઇ ગયેલ છે તેમજ મૃત્યુ પામેલા ધુવેનભાઇના થોડા સમય પછી લગ્ન થવાના હતા જેની ખરીદી કરવા માટે જ પરિવાર આવેલ અકસ્માતમાં એકનો એક પુત્ર ગુમાવતા ધોરાજીના માવાણી પરીવારમાં શોકનું મોજું છવાય ગયેલ છે.

(12:12 pm IST)