Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મોટી પાનેલીઃ બે કલાકમાં વીજળીના ૨૮ કડાકા સાથે ધોધમાર અઢી ઇંચ

લોકોના ધબકારા બેસી ગયા : મોબાઇલ ટાવર પર વીજળી પડતા લાગ્યા ઝટકા : ઉપકરણો બળ્યા

મોટી પાનેલી,તા.૨૪ : ઉપલેટાના મોટી પાનેલી તેમજ વિસ્તારના ગામોમાં મેઘરાજાએ તબાહી વર્તાવી છે મોસમનો કુલ ચોસઠ ઇંચ વરસાદ પડી ગયો છે ત્યારે આજેતો મેઘો ગાંડો થયો હોય તેમ વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર અઢી ઇંચ વરસાદ પડ્યો હતો માત્ર બે કલાકમાં વીજળીના અઠ્યાવીશ ધ્રુજાવી દેતા જોરદાર કડાકા થતા લોકોના ધબકારા બેસી ગયા હતા પંચાયત ગ્રાઉન્ડમાં આવેલ મોબાઇલ ટાવર પર વીજળી પડતા આસપાસના લોકોને પણ વીજળીનો કરન્ટ આવેલ હતો અનેક લોકોના વીજળી ઉપકરણો ટીવી ફ્રીઝ પંખા કેમેરા બળી ગયા છે બીએસએનએલ નેટવર્ક ઠપ્પ થઇ ગયેલ દાળમાં દાદા શેરીમાં ઇલેકિટ્રક ટીસી ઉપર વીજળી પડતા વિસ્તારની લાઈટો ગુલ થઇ ગઈ હતી સિમ વિસ્તારમાં પણ વીજળી પડેલ છે જોકે કોઈ જાનહાની ના સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભારે વરસાદ ના લીધે બજારોમાં પાણી ભરાયા હતા નદીમાં નવા નિર આવેલ છે ડેમ પણ ફરી ઓવરફ્લો થયેલ છે ખેતરોમાં પાણી ભર્યા છે ખેત પેદાશ સંપૂર્ણ નિષ્ફળ જવાની કગાર પર છે.

(12:11 pm IST)