Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જામકંડોરણામાં સવા ત્રણ ઇંચ ફોફળ ડેમ ચાર ફુટે ઓવરફલો

જામકંડોરણા પંથકમાં ભારે વરસાદને પરીણામે જામકંડોરણાનો ફોફળ ડેમ ચાર ફુટે ઓવરફલો (તસ્વીરઃ મનસુખ બાલધા)

જામકંડોરણા, તા.,ર૪: બે દિવસથી અવિરત મેઘસવારી ચાલુ છે. ચોવીસ કલાકમાં ૮૩ મી.મી. વરસાદ પડેલ છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ૧ ૦૪૧ મી.મી. થયેલ છે. સમગ્ર પંથકમાં આ ભારે વરસાદથી ઉતાવળી નદી, સારણ નદી તેમજ ફોફળ નદીઓમાં ભારે પુર આવ્યા હતા. જામકંડોરણાની જીવાદોરી સમાન ફોફળ ડેમ હાલમાં ચાર ફુટ ઓવરફલો થઇ રહયો છે. તંત્ર દ્વારા ફોફળ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામો દુધીવદર, ઇશ્વરીયા, તરવડા, વેગડીને સાવચેત કરાયા છે. આ તંત્રના જણાવ્યા પ્રમાણે આ ડેમમાં હાલ ર૦૧પ૦ કયુસેક પાણીની આવક છે અને ડેમમાંથી ૨૦૧૫૦ કયુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવેલ છે. જામકંડોરણામાં હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે અને ધીમીધારે વરસાદ ચાલુ છે. (૪.૩)

(12:10 pm IST)