Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ધોરાજી પાસેના ભાદર-૨ ડેમના ૧૨ પાટીયા પાંચ ફૂટ ખુલ્લા

ધોરાજી તા. ૨૪ : ધોરાજી પાસેના ભાદર ૨ ડેમ ના ૧૨ પાટીયા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.

ગોંડલ પાસેના ભાદર ૧ ડેમ ના ૨૯ પાટીયા ૬ ફૂટ ખોલવામાં આવતા તે તમામ પાણીનો ફલો ધોરાજી પાસેના ભાદર ૨ ડેમ માં આવતા જેથી ગઈકાલે આખી રાત ધોરાજી ઉપલેટા વિસ્તારના તાલુકાના ગામડાઓ સાવચેત કરવામાં આવ્યા હતા.

ભાદર ૧ ડેમનું પાણી ધોરાજી વિસ્તારના ભાદર ૨ ડેમમાં મોડી રાત્રે પાણીનો ફલો આવતા જેથી જિલ્લા કલેકટરની સૂચનાથી તંત્ર એલર્ટ કરાયું હતું અને ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તાલુકા વિકાસ અધિકારી જાડેજા નાયબ મામલતદારઙ્ગ નંદાણીયા ભાઈ વિગેરે પણ ધોરાજીના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી એ લોકોને સાવચેત કર્યા હતા.

(12:07 pm IST)