Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભાયાવદરમાં ૫૦ બોટલ દારૂ સાથે ઝડપાયો

 ઉપલેટા : ભાયાવદર દરબારગઢમાં ધર્મેન્દ્ર સિંહ ચુડાસમા દરબાર રહે. ગરબીચોકવાળો પોતાના મકાનમાં દારૂ રાખીને વેચાણ કરે છે તેવી હકીકતના આધારે રેઇડ કરતા ભારતીય દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૫૦ બોટલ કિંમત રૂપીયા ૨૨,૫૦૦ મુદામાલ સાથે પકડી પાડેલ જયારે સાવન ભુપતભાઈ રબારી રહે હોળીધાર વિસ્તાર ભાયાવદર વાળાને પકડવાનો બાકી છે. આ કામગીરીમાં પીએસઆઈ એસ.વી.ગોજીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ શિવરાજસિંહ ઝાલા, વિરમભાઈ ભીંભા, યોગીરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ ડોડીયા સહિતના જોડાયા હતા.

(12:05 pm IST)