Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ધોરાજી પાલિકામાં મહિલા પ્રમુખનો તાજ કોને મળશે ?

શાસકપક્ષના નગરસેવકો સહેલગાહેથી પરત આવ્યા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી  તા. ૨૪ : નગરપાલિકામાં પ્રમુખ પદે અનુ. જાતિની અનામત બેઠકનો અઢીવર્ષ નો કાર્યકાળ પૂર્ણ થતાં હવે ફરી આગામી અઢીવર્ષ માટે પ્રમુખ તરીકે મહિલા અનામત (સામાન્ય ), બેઠક માટે આજે ચૂંટણી યોજવા તંત્ર દ્વારા જાહેર થતા રાજકારણમાં ફરી ગરમાવો વ્યાપી ગયો.

ગત અઢી વર્ષ દરમિયાન કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પ્રમુખ તરીકે રહેલા નગરપતિ ડી. એલ. ભાષા દ્વારા ધોરાજી શહેરમાં ખાસ કરીને રોડ રસ્તાના કામોને અગ્રીમતા અપાઈ હતી.

હવે મહિલા અનામત (સામાન્ય) સીટ હોવાથી નગરપાલિકામાં કોંગ્રેસ પોતાનું શાસન ટકાવી રાખવા પ્રયત્નશીલ હતી. નગરપાલિકાની કુલ સભ્ય સંખ્યા ૩૬ છે. જે પૈકી કોંગ્રેસ ૨૨ની સભ્ય સંખ્યા ધરાવે છે. જયારે વિપક્ષમાં રહેલ ભાજપ પાસે સભ્ય સંખ્યા ૧૪ની છે.

નગરપાલિકામાં સત્તાની ખેંચતાણ થાય તેવા પ્રયત્નો થવા લાગ્યા. કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવા અને ભાજપ સત્તામાં આવવા માટે છાનાખુણે પ્રયાસો કરી રહેલ. ત્યારે વર્તમાન સમયમાં કોઈ પ્રકારનું જોખમ ન ઉઠવવા કોંગ્રેસ દ્વારા સલામતી ભર્યું પગલું ભરાયું.

અંતરંગ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ હાલ નગરપાલિકાના કોંગ્રેસના ૨૨ પેકી મોટાભાગના સભ્યો અને વિવિધ સમિતિના ચેરમેન સહેલગાહે ઉપડી ગયા હતા તેઓ સહેલગાહે થી ધોરાજી પરત થઈ ગયા છે.

ઙ્ગકોંગ્રેસના ધારાસભ્ય અને રાજકીય ચોગઠા બાજીના મહારથી ગણાતા ધારાસભ્ય લાલિતભાઈ વસોયા પાલિકામાં કોંગ્રેસનું શાશન ટકાવી રાખવા પ્રયત્નશીલ છે. જયારે કોંગ્રેસને સતત તોડવા માટે જાણીતા ભાજપ દ્વારા આગામી અઢીવર્ષ માટે પાલિકા ખૂંચવી લેવા કવાયત હાથ ધરી હતી પરંતુ કોંગ્રેસની સત્તા તોડી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે કોંગ્રેસે પણ પોતાના સભ્યોને સાચવવા માટે એનકેન પ્રકારની સુવિધાઓ આપી છે.

ધોરાજી નગરપાલિકા માં સામાન્ય મહિલા પ્રમુખ કોણ બનશે તે આજ સવાર સુધી કોંગ્રેસ જાહેર નથી કર્યું ચુંટણી સમય દરમ્યાન જ નામ જાહેર કરાશે તેવુ કોંગ્રેસમાંઙ્ગ વર્તુળોએ જણાવ્યું હતું.

(12:04 pm IST)