Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કોટડાસાંગાણીના શીશક ગામે પરપ્રાંતીય મજુરનુ ડુબી જતા મોત

નદીમાં પૂર આવતા જોવા ગયાને મોત મળ્યુઃ બે સંતાન પિતા વિહોણા અને બે પત્નિ વિધવા બન્યા

કોટડાસાંગાણી, તા.૨૪: શીશક ગામે નદીમા ડુબી જવાથી પર પ્રાંતીય મજુરનુ મોત થતા તાલુકા તંત્ર બનાવ સ્થળે દોડી ગયુ હતુ. તાલુકાના શીશકથી મોવીયા જતા માર્ગ પર આવેલ ભંભા ઢોરા પાસેથી ચારેક વાગે પસાર થઇ રહેલા ત્રણ પર પ્રાંતીય મજુરો નદીમા આવેલ પુર જોવા જતા સરદાર રમેશ નીનામાનો ૩૫ વર્ષીય યુવાન ચેકડેમમા આવેલ પુર જોતા સમયે લપસીને ચેકડેમમા પડી જતા તેમની સાથે રહેલા ટુપીયા હકુ તેમજ અન્ય યુવાને તેમને બચાવવાના પ્રયાસ કરવા છતા રમેશ ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા સફળતા મળેલ નહી જેથી સાથે રહેલા યુવાનોએ બચાવો બચાવોની રાડા રાડ કરતા વટે માર્ગુઓ ઉભા રહ્યા હતા ત્યારબાદ સરપંચને આ અંગેની જાણ કરતા અનીલ અકબરી આગેવાન રૂપેશ ગોસ્વામી સહીતના ગામ લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી રમેશની શોધખોળ હાથ ધરી હતી.

મામલતદાર સી જી પારખીયા તાલુકા પંચાયતના વીસ્તરણ અધીકારી ટી જે હિંગળાજીયા સહીતના શીશક દોડી ગયા હતા. ગોંડલની ફાયરની ટીમને જાણ કરાતા શીશક ખાતે દોડી આવ્યા હતા. અને કલાકોની જહેમત બાદ રમેશની બોડી હાથ લાગી હતી જયારે પોલીસે પંચનામુ કરી યુવકની બોડીને પી.એમ કોટડાસાંગાણી ખાતે ખસેડવામાં આવી હતી.મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના જોતરાળાથી મોવીયા ખાતે ભીખુભાઈ ખુંટની વાડીમા મજુરી કરવા આવેલ યુવાનનુ પાણીમાં ડુબી જવાથી મોત નીપજતા પરીવારમા કલ્પાંત સર્જાયો છે. મૃતકને બે પત્નીઓ હતી જે પૈકી પ્રથમ પત્નીને સાત મહીનાનો પુત્ર અને દોઢ વર્ષની પુત્રી હતી. રમેશના અકાળે મૃત્યુ થતા બે પત્નિ વીધવા બની હતી અને બે સંતાન પીતા વીહોણા બનતા પરીવાર પર આભ ફાટ્યુ હતુ.

(12:04 pm IST)