Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કડી ૧૩-ઉમરપાડા ૧૦-બેચરાજી ૯ -સરસ્વતી-અંજાર અને જોટાણા ૮

રાજયના અનેક વિસ્તારોમાં બારેમેઘ ખાંગા ૧ થી ૧૩ ઇંચ સુધી ખાબકયોઃ અનેક વિસ્તારો જળબંબોળઃ રાજયમાં સિઝનનો સરેરાશ ૧૦૩ ટકા થઇ ગયો

 (જીતેન્દ્ર રૂપારેલીયા)વાપીઃ તા.૨૪, ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા રાજયના અનેક વિસ્તારો માં ૨૦-૨૦ રમી રહ્યા હોય તેમ અનરાધાર વરસતા ૧ થી ૧૩ ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો છે. એક બાજુ ભારેથી અતિભારે વરસાદ બીજી બાજુ મહારાષ્ટ્ર અને મધ્ય-પ્રદેશમાં પડી રહેલ ભારે વરસાદના પગલે હથનુર ડેમ માંથી મોટી માત્રા માં પાણી છોડાતા આપણા ઉકાઈ ડેમની જળસપાટી સતત વધતા એમની રુલ લેવલ સપાટી જાળવી રાખવા દરવાજા ખોલી મોટી માત્રા માં પાણી છોડવાની ફરજ પડી છે.

 ઉત્ત્।ર ગુજરાત પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ સહિતના જળાશયોની જળસપાટી સતત વધી રહી છે રાજયની આશરે ૪૫ જેટલી નદીઓ માં પુરની સ્થિતી છે તો ૪૦ જેટલા મોટા તળાવો ઓવરફલો થઇ રહ્યા છે.

 આજે સવારે ૮ કલાકે સતત વધી ને ૩૩૩.૧૮ ફૂટે પોહોંચી છે જયારે ૧,૪૫,૩૩૮ કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૧,૩૦,૯૧૮ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે અને કોઝવેની જળસપાટી ૯.૨૯ મીટર ઉપર પોહોંચી છે ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો... સૌ પ્રથમ કચ્છ પંથકના તાલુકાઓને જોઈએ તો અબડાસા ૬૮ મીમી,અંજાર ૧૯૯ મીમી,ભચાઉ ૧૭૩ મીમી,ભુજ ૯૨ મીમી,ગાંધીધામ ૧૧૨ મીમી,માંડવી ૯૦ મીમી,મુન્દ્રા ૯૯ મીમી, રાપર ૧૩૭ મીમી વરસાદ નોંધાયો છે.

 તો ઉત્ત્।ર ગુજરાત પંથકના પાટણ જીલ્લા ના તાલુકાઓમાં ચાનાશમાં ૯૭ મીમી, હારીજ ૧૫૬ મીમી, પાટણ ૧૫૨ મીમી, રાધનપુર ૧૬૨ મીમી,સમી ૬૫ મીમી, સાંતલપુર ૮૫ મીમી,સરસ્વતી ૨૦૯ મીમી, સંખેશ્વર ૯૩ મીમી, સિદ્ઘપુર ૧૪૯ મીમી વરસાદ નોંધાયો છે તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ ૪૨ મીમી, ભાભર ૧૧૭ મીમી, દાંતા ૩૪ મીમી, દાંતીવાડા ૩૬ મીમી, દેઓદાર ૫૧ મીમી, કાંકરેજ ૪૭ મીમી,પાલનપુર ૯૬ મીમી, સુઈગામ ૪૨ મીમી, વડગામ ૧૧૯   મીમી વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત મહેસાણા જીલ્લાના તાલુકાઓ માં બેચરાજી ૨૨૪ મીમી,જોટાણા ૧૯૧ મીમી,કડી ૩૨૮ મીમી,ખેરાલુ ૬૦  મીમી, મહેસાણા ૧૭૫ મીમી,ઊંઝા ૧૩૪ મીમી, વડનગર ૮૫  મીમી,વિજાપુર ૧૦૯ મીમી, વિસનગર ૫૪ મીમી વરસાદ નોંધાયો છે તો સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ૮૭ મીમી, ઇડર ૫૬  મીમી, ખેડબ્રહ્મા ૩૭ મીમી, પોસીના ૩૧ મીમી,  પ્રાંતિજ ૫૮ મીમી, તલોદ ૫૧ મીમી, વડાલી ૬૦ મીમી, વિજયનગર ૧૪૮ મીમી વરસાદ નોંધાયો છે. જયારે અરવલ્લી જીલ્લાના તાલુકાઓ માં બાયડ ૪૬ મીમી, ભિલોડા ૮૨ મીમી, ધનસુરા ૪૬  મીમી,માલપુર ૪૪ મીમી,મેઘરજ ૧૨૧ મીમી,મોડાસા ૬૮ મીમી વરસાદ નોંધાયો છે તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં દેહગામ ૪૮ મીમી,ગાંધીનગર ૭૨ મીમી, કલોલ ૧૦૫ મીમી,માણસા ૧૨૧ મીમી વરસાદ નોંધાયો છે .

  આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતના અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૪૫ મીમી,બાવળા ૪૯ મીમી, દશકોઈ ૩૫ મીમી, દેત્રોજ ૮૫ મીમી,ધંધુકા ૩૦ મીમી, મંડલ ૯૬ મીમી,સાણંદ ૭૭ મીમી, વિરમગામ ૧૨૦ મીમી વરસાદ નોંધાયો છે જયારે ખેડા જીલ્લા ના તાલુકાઓમાં કપડવંજ ૪૨ મીમી,મહુધા ૩૪ મીમી વરસાદ નોંધાયો છે. આણંદ જીલ્લાના બોરસદમાં ૪૬ મીમી વરસાદ નોંધાયો છે અને વડોદરા

જીલ્લા ના તાલુકાઓમાં ડભોઇ ૨૮ મીમી અને દેસર ૩૮ મીમી અને વડોદરા ૩૧ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદૈપુર જીલ્લાના તાલુકાઓમાં બોડેલી ૫૭ મીમી, છોટાઉદૈપુર ૩૯ મીમી,જેતપુર-પાવી ૮૧ મીમી, નસવાડી ૩૬ મીમી, કવાંટ ૨૫ મીમી, સંખેડા ૩૨ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે પંચમહાલ જીલ્લા ના તાલુકાઓ માં ઘોઘંબા ૫૮ મીમી,ગોધરા ૫૭ મીમી, હાલોલ ૭૯ મીમી,જામ્બુઘોડા ૫૩ મીમી, કલોલ ૨૯ મીમી,મોરવા-હડફ ૪૮ મીમી અને શહેરા ૪૩ મીમી વરસાદ નોંધાયો છે.

  મહીસાગર જીલ્લા ના તાલુકાઓ માં કડાના ૪૬ મીમી,ખાનપુર ૯૪ મીમી,લુણાવાડા ૪૨ મીમી,સંતરામપુર ૫૯ મીમી,વીરપુર ૧૦૧ મીમી વરસાદ નોંધાયો છે તો દાહોદ જિલાના તાલુકાઓમાં દાહોદ ૫૫ મીમી, દેવગઢ બારિયા ૨૯ મીમી,ધાનપુર ૭૨ મીમી, ગરબડા ૬૬  મીમી,જહાલોદ ૬૦  મીમી, લીમખેડા ૫૨ મીમી, સિંગવડ ૬૩ મીમી, સાંજેલી ૬૨ મીમી વરસાદ નોંધાયો છે.

 દક્ષીણ ગુજરાત પંથકના ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ ૩૩ મીમી, નેત્રંગ ૧૦૧ મીમી,વાલિયા ૧૦૫ મીમી વરસાદ નોંધાયો છે તો નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૧૨૨ મીમી, સાગબારા ૯૩ મીમી, તિલકવાડા ૨૯ મીમી વરસાદ નોંધાયો છે.  આ ઉપરાંત તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૪૦  મીમી, વાલોડ ૪૧ મીમી, વ્યારા ૫૯ મીમી,ડોલવણ ૫૨ મીમી, કુકરમુંડા ૪૩ મીમી તો સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૭૯ મીમી, ચોર્યાસી ૮૪ મીમી, કામરેજ ૧૩૧ મીમી, મહુવા ૬૫ મીમી,માંડવી ૧૧૦ મીમી, માંગરોળ ૭૧ મીમી, ઓલપાડ ૬૩ મીમી, પલસાણા ૫૯ મીમી,સુરતસીટી ૧૬૨ મીમી, ઉમરપાડા ૨૫૬ મીમી વરસાદ નોંધાયો છે.

 જયારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૩૮ મીમી, ગણદેવી ૩૯ મીમી, જલાલપોર ૮૦ મીમી, ખેરગામ ૫૪  મીમી, નવસારી ૮૬ મીમી, વાંસદા ૩૯ મીમી વરસાદ નોંધાયો છે તો વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૫૫ મીમી, કપરાડા ૪૯ મીમી,પારડી ૮૪ મીમી,ઉમરગામ ૩૨ મીમી,વલસાડ ૩૪ મીમી,વાપી ૩૨ મીમી વરસાદ નોંધાયો છે અને ડાંગ જીલ્લાના તાલુકાઓના વઘઈમાં ૩૩ મીમી વરસાદ નોંધાયો છે

આ લખાઈ રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૯ ૩૦ કલાકે રાજય ના અનેક વિસ્તારોમા મેઘરાજા હેત વરસાવી રહ્યા છે

(12:02 pm IST)