Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

શું રૂપાણી-પાટીલના ટેકેદારોમાં ભાજપ વ્હેંચાઇ ગયું?

શું પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા જુથવાદનો અંત લાવશે કે પ્રારંભ કરશે? મુલાકાતના ઘેરા પડઘા

નવી દિલ્હી તા. ર૪: તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપનું અધ્યક્ષપદ સંભાળનાર સી. આર. પાટીલે સૌરાષ્ટ્રનો વિદ્યુતવેગી પ્રવાસ કર્યો હતો. નોન-ગુજરાતી, નોન-પાટીદાર, નોન-ઓબીસી નોન-સૌરાષ્ટ્રવાસી એવા આ નેતાની મુલાકાત ઘણી મહત્વની બની રહી હતી. નવસારીના સાંસદ એવા સી. આર. પાટીલની નિમણુંક ખુદ વડાપ્રધાને કરી હોવાથી તેમનું સર્વત્ર ઉમળાકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ મીરરનો અહેવાલ જણાવે છે કે તેમની સૌરાષ્ટ્રની મુલાકાતથી મુખ્યમંત્રી રૂપાણીના ટેકેદારો અને સી. આર. પાટીલના ટેકેદારો વચ્ચેની ખાઇ વધુ ઉંડી બની છે.

સૌરાષ્ટ્રની મુલાકાત દરમ્યાન પાટીલે સ્થાનિક નેતાઓ સાથેની બેઠકોમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોઇ નેતાની હું તરફેણ કરતો નથી અને આવું હું થવા નહિં દઉં. તેમના આ નિવેદનના ઘેરા પડઘા પડયા છે કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસના ૮ ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે આ સાથે કુલ ૪પ જેટલા કોંગીજનો પણ ભાજપમાં જોડાયા છે તેઓમાં ચિંતા પ્રસરી છે કારણ કે તેઓને પૂર્વ પ્રમુખ વાઘાણી અને સી.એમ. રૂપાણીએ ભવ્ય આવકાર આપ્યો હતો.

અહેવાલ અનુસાર એક પાટીદાર ઉદ્યોગપતિ વિપુલ સાવલીયા એ કહ્યું હતું કે સી. આર. પાટીલ સૌરાષ્ટ્રના પાટીદારો સાથેના મજબુત કર્યા છે તેઓ કહે છે કે ટેલીગ્રામ ઉપર તાજેતરમાં રૂપાણી અને પાટીલના ટેકેદારો દ્વારા બે ગ્રુપ બનાવાયા હતાં દરેકમાં પ૦,૦૦૦ સભ્યો છે એવું લાગે છે કે જબર-ગેમ રમાઇ છે દરેક ગ્રુપ વધુને વધુ સભ્યો જોડવા માંગે છે.

સ્થાનિક નેતાઓ પણ કહે છે કે રૂપાણી અને પાટીલના ટેકેદારોમાં ભાગલા પડયા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઈ અને આનંદીબેન પછી હવે ગુજરાતમાં કોઈ પ્રભુત્વ આવતા હોય કે પછી -જામાં લોકિ-યતા મેળવી શકે તેવા નેતા શું રહ્યાં નથી. ..? કે પછી  અન્યોની પર ભરોસો મુકાય એમ નથી...? એટલે પાટીલ જેવા બિન ગુજરાતી ને બીજી હરોળ તૈયાર કરવાનું કામ હાઈકમાન્ડે સોંપ્યું હોય એવું લાગી રહ્યું છે. આ યાત્રા દરમિયાન તેમણે કરેલા ઉચ્ચારણો એવું સૂચવે છે કે પાછલે બારણેથી પાટીલને ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા તરીકે સ્થાપિત કરવાની નીતિ અખત્યાર કરાઈ રહી છે.

ગુજરાત ભાજપમાં કોઈને કઈ પણ કહ્યા વિના કોઈ પણ જાતની ચર્ચા વિચારણા થાય એ પહેલા જ તેમને -મુખ જાહેર કરી દીધા. પ્રદેશ પ્રમુખ બનેલા પાટીલનું કદ અત્યાર સુધીના તમામ -મુખો કરતાં અચાનક જ અનેકગણું મોટું થઈ ગયું. અગાઉ આવેલા અને છેલ્લે -મુખ રહી ચુકેલા બધા જ પ્રદેશ પ્રમુખો પાટીલ રાજમાં અઠવાડિયામાં જ ભૂલી ગયા કે પછી હાંશિયામાં ધકેલાઈ ગયા છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાકાળની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ફટાકડા ફોડ્યા, રસ્તા પર રાસ ગરબા કર્યા. નાની બાળાઓ કળશ લઈને ઉભી રખાઈ.... બેન્ડ વાજા સાથે  રેલીઓ કાઢી. પોલીસે પણ પોતાની ફરજનો ભાગ સમજી એક તરફના રસ્તા બંધ કરી દીધા.

છતાંય સ્થાનિક નેતા અને કાર્યકર્તાઓમાં એક ઊંડી નીરસતા જોવા મળી હતી.  વિજયભાઈ રૂપાણીના ગઢમાં સી. આર. પાટીલે એમના સંબોધનમાં પણ ગર્ભિત રીતે સત્તા પાંખને પડકાર આપ્યો છે એવું અર્થઘટન થઈ રહ્યું છે. સત્તા આસપાસ ગોઠવાઈ ગયેલા મુઠ્ઠીભર નેતાઓની મનમાની હવે નહીં ચાલે અને સાચા અને વફાદાર કાર્યકરોની કદર થશે એવું એમણે જણાવી દીધું. મુખ્યમંત્રીના શહેરમાં જ આવીને તેમણે કહ્યું કે વિજયભાઈ સાથે તમારે સબંધ છે એટલે ટીકીટ મળી જશે એવું માનશો નહીં. તેમણે સીધા જ કાર્યકરોને સંબોધીને કહ્યું કે કોઈ નેતાને ગોડફાધર માનીને જૂથબંધીમાં પડતાં નહીં.

રાજકીય નેતાઓ દરેક શબ્દ તોળી તોળી ને બોલતા હોય છે. એમના દરેક શબ્દ પાછળ કોઈ સંદેશો હોય છે. આ અગાઉ કોઈ પ્રદેશ પ્રમુખે આવા નિવેદન આપ્યા હોય એવું કોઈની સ્મૃતિમાં નથી. કાર્યકરોને સંબોધીને તેમણે કહેલી ઘણી વાતોનું મૂળ નિશાન સત્તા પાંખ તરફ હતું તેવું માનવામાં આવે છે.  હવે જયારે ૮ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાટીલ કોંગ્રેસમાંથી આવેલા લોકોને કેટલું મહત્વ આપે છે... એ જોવાનું રહેશે.

દરેક મંત્રીએ કમલમમાં બેસવું એવા તેમના નિર્ણય ગુજરાત ભાજપમાં એક તદ્દન નવી વૈકલ્પીક અને સમાંતર નેતાગીરીના મંડાણ થઈ રહ્યા છે. એ નક્કી છે.

(12:01 pm IST)