Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગોંડલી નદીના કોઝ-વેમાં લાપતા ૨ યુવકોની બીજે દિ' શોધખોળ

ગોંડલ : ખેતરવાળા મેલડી મંદિર પાસે બાઇક ઉપર સવાર ૫ લોકોમાંથી ત્રણનો આબાદ બચાવ બે બાઇક સહિત બે યુવકો તણાયા ફાયર ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૪ : શાપર વેરાવળમાં આંબેડકર નગરમાં રહેતાં પ્રદીપ ગિરીશભાઈ વાણીયા ઉ.૧૭ તથાં અમદાવાદથી આવેલાં તેનાં મિત્રો દેવ નિતીનભાઈ શુકલા ઉ.૨૧ તથા કનીશ પરમાર ઉ.૧૭ બપોરનાં સુમારે ગંજીવાડા પાસેઙ્ગ મેલડીમાતા નાં મંદીર નજીક મિત્રનાં ફાર્મહાઉસે આવ્યાં હતાં. બાજુમાં જ ગોંડલી નદી વહેતી હોય ભારે વરસાદને કારણે નદીમાં પુર આવ્યાં હતાં. નદી પર આવેલ કોઝવે પરથી પાણી વહ્યાં હતાં. આ વેળા કોઝવે પર બાઇક સાથે બે અજાણ્યા યુવાનો પસાર થતી વેળા ધસમસતા પ્રવાહમાં તણાંતા દેવ શુકલા, પ્રદીપ અને કનીશ તેને બચાવવાં નદીમાં કુદી પડયાં હતાં.પણ પાણીનો તિવ્ર પ્રવાહ હોય પાંચેય યુવાનો ડુબવા લાગ્યાં હતાં.

દરમ્યાન દેવ શુકલાને તરતાં આવડતું હોય મહામુસીબતે તેણે પ્રદીપ અને કનીશનાં હાથ પકડી ડુબતાં બચાવી લેતાં આ ત્રણેય મિત્રોનો બચાવ થવાં પામ્યો હતો. જયારે ડુબી રહેલાં બન્ને અજાણ્યા યુવાનો પાણીમાં લાપતા બનતાં ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર સ્ટાફ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ફાયર કમીટી ચેરમેન ગૌતમ સિંધવ સહીત દોડી આવી પાણીમાં લાપતા બનેલાં યુવાનોની શોધ ખોળ શરૂ કરી હતી. આ લખાય છે ત્યારે તરવૈયાઓ દ્વારા શોધ ચાલુ છે.

(11:59 am IST)