Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભારે પવન-વરસાદને કારણે દ્વારકાધીશ ભગવાનની ધ્વજા ચડાવવામાં મુશ્કેલીઃ અડધી કાઠીએ ચડાવાઇ

દ્વારાધીશ ભગવાનને અડધી કાઠીએ ધ્વજા ચડાવાઇ તે નજરે પડે છે બીજી તસ્વીરમાં દ્વારકામાં વરસ્તો વરસાદ નજરે પડે છે.(તસ્વીર : દિપેશ સાયાણી-દ્વારકા(૬.૮)

(વિનુભાઇ સમાણી દ્વારા) દ્વારકા તા. ર૪ : દેવભૂમિ દ્વારકામાં કાલે સવારથી આજે સવાર સુધીમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

જયારે આજે સવરે ભારે પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

પવન અને વરસાદના કારણે શ્રી દ્વારકાધીશ ભગવાના મંદિર ઉપરની ધ્વજા ચડાવવામાં પણ મુશ્કેલી સર્જાઇ હતી.

આજે ધ્વજા અડધી કાઠીએ ચડાવાઇ હતી.

(11:58 am IST)