Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગોંડલ પંથકમાં મેઘમલ્હાર સર્વત્ર ૨ થી ૪ ઇંચઃ મંદિરની દિવાલ ધરાશાયી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૪: ગોંડલમાં ગઇકાલે ત્રણ ઇંચ વરસાદ વરસી ગયાં બાદ રાત્રીનાં પણ સતત મેઘવષાઁ ચાલું રહેતાં ગત રાત્રી નાં આઠ વાગ્યા થી આજે સવાર નાં દશ વાગ્યાં સુધી માં ચાર ઇંચ વરસાદ વરસતાં શહેરમાં જળબંબાકારની હાલત થવાં પામી છે. ઠેરઠેર પાણી ભરાયાં છે. રાતાનાલા નીચે અને ઉમવાડા રોડ પર આવેલ અંડરબ્રીજ માં પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો.નદી પણ બે કાંઠે વહેતી હોય નદીકાંઠે વસતાં લોકો ને નગરપાલિકા દ્વારા સાવચેત કરાયાં છે.ઉપરવાસ નાં ભારે વરસાદ ને કારણે વેરી તળાવ,આશાપુરા ચેકડેમ અને સેતુ બંધ ભયજનક સપાટી એ ઓવરફ્લો થઇ રહ્યા છે.આ લખાય છે ત્યારે ધોધમાર વરસાદ ચાલું છે.

ગોંડલ પંથકને ઘમરોળી નાંખ્યો હોય તેમ સવઁત્ર બે થી ચાર ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે.

ગોંડલ શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. સાંજ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડયો છે. વરસાદ ને કારણે પંચવટી સોસાયટીમાં આવેલ ગણેશ મંદિરનાં કં પાઉન્ડની દિવાલ ધરાશાયી થવાં પામી છે.ભારે વરસાદ ને કારણે ઠેરઠેર પાણી ભરાયાં હતાં.

તાલુકાના સુલતાનપુર,રાણસીકી,નાના મોટા સખપર માં ચાર ઇંચ, શ્રીનાથગઢ, શિવરાજગઢ, મોવિયા, વાંસાવડ, દેરડી,માંડણકુંડલા,બાંદરા સહીત વિસ્તારોમાં સાડા ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડયો છે. વરસાદ ને કારણે નદીઓ માં ઘોડાપુર આવ્યાં છે.વાંસાવડ માં નદી બે કાંઠે વહેતી હોય કોઝવે પર થી પાણી વહ્યાં છે.

ગોંડલ પંથક ની તમામ નદીઓ માં ઘોડાપુર આવ્યાં હોય આ તમામ પાણી ભાદર નદી માં પંહોચતું હોય ભાદરડેમ માં ધસમસતું પાણી ઠલવાતાં ડેમ નાં દરવાજા ખુલ્લા કરાયાં છે.

(11:57 am IST)