Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

માળીયામિંયાણાના વેજલપર ખાખરેચી વિસ્તારમાં મુશળધાર ૭ ઇંચ : વેજલપર તરબોળઃ વેણાસર સુલતાનપુર ચીખલી સંપર્ક વિહોણા : માણાબા ગામ બેટમાં ફેરવાયુ

પ્રથમ તસ્વીરમાં ખાખરેચી ગામનું તળાવ છલકાયેલ નજરે પડે છે. તો બીજી તસ્વીરમાં તળાવ નથી ખેતર છે..જેમાં પાણી ભરાયા છે. ત્રીજી તસ્વીરમાં વેજલપર જળબંબાકાર છલી ગયેલું દર્શાય છે.

(રજાક બુખારી દ્વારા) માળીયામિંયાણા,તા.૨૪ : માળીયામિંયાણાના ગ્રામ્ય વિસ્તારમાં મેદ્યરાજા મુશળધાર વરસ્યા હતા અને વિજળીના હાજા ગગડાવી નાખે તેવા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વેજલપર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી અને ઠેરઠેર પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ઘણા ઘરોમાં પાણી ભરાય જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો ખેડુતોના ખેતરોમાં બે-બે ફુટ પાણી ભરાતા ઉભો પાક ફેલ જવાની દહેશત સર્જાઈ છે જેથી ખેડુતો બેહાલ બન્યા છે.

વેજલપર ખાખરેચી કુંભારીયા સુલતાનપુર વેણાસર વિસ્તારમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા વેજલપર ખાખરેચી વિસ્તારમાં માત્ર ચાર કલાકમાં મુશળધાર ૭ ઈંચ વરસાદ ખાબકી જતા ભારે વરસાદને પગલે ગામમાં ઠેરઠેર પાણી ભરાયા હતા જેમા વેજલપર જુનાદ્યાંટીલા રોડ ખાખરેચી રોડ તેમજ અનેક સ્થળોએ પાણી ભરાયા હતા પાણી ભરાવાના કારણે વેજલપરમાં નીચાણવાળા ઘરો બેટમાં ફેરવાયા હતા અને રોડ ઉપર બે બે ફુટ પાણી ફરી વળતા રોડ રસ્તા તલાવડામાં ફેરવાઈ ગયા હતા અને ઠેરઠેર રોડ પાણીમાં ગરક જોવા મળ્યા હતા ભારે વરસાદની આગાહીના પગલ કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આક્રમણ કર્યુ હતુ અને ગણતરીની કલાકોમાં જ પાણી પાણી કરી દીધુ જેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે માળીયા ગ્રામ્ય પંથકના વેણાસર વેજલપર ખાખરેચી સુલતાનપુર માણાબા લક્ષ્મીવાસ સહીતના ગામોમાં સાર્વત્રિક વરસાદ વરસતા સુલતાનપુર આસપાસ એક તરફ ધોધમાર વરસાદ તો બીજી તરફ દ્યોડાધ્રોઈ નદીના પાણી ફરી વળ્યા હતા તેમજ છેવાડાના કચ્છ નાનારણ પાસે આવેલ વેણાસર ચીખલી ગામ સંપર્ક વિહોણુ બની ગયાના વાવડ મળ્યા છે આમ સર્વત્ર મુશળધાર વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા હતા જેથી ઉભા પાકો ફેલ જવાની દહેશત સર્જાય છે જેના કારણે ખેડુતો ચિંતાતુર બન્યા છે આફતના વરસાદથી પંથકના ખેડુતો બેહાલ બન્યા છે

(11:56 am IST)