Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જુનાગઢઃ સંશોધન કૌશલ્યનું પ્રેજન્ટેશન

  જૂનાગઢઃ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે વર્લ્ડ બેંક, આઇસીએઆર, ન્યુ દિલ્લી તેમજ જુનાગઢ કૃષિ યુનિવસિટીના સંયુકત ઉપક્રમે સંસ્થાકિય વિકાસ યોજના (આઇડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચરના ત્રણ વિદ્યાર્થીઓ કોરાટ જયકિશન આર. શેખડા હિરેનકુમાર એ તેમજ પ્રફુલ એમ. સોન્દરવા આંતરાષ્ટ્રીય સેન્ટર ફોર બાયોસલાઇન એગ્રીકલ્ચર, દુબઇ ખાતે આંતરાષ્ટ્રીય તાલીમમાં ગયેલ તાલીમ દરમ્યાન મેળવેલ જ્ઞાન, સંશોધન કૌશલ્ય અને અનુભવોના પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ કૃષિ મહાવિદ્યાલયના કોન્ફરન્સ હોલ  ખાતે યોજાયો હતો.આ સમારંભમા યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટીયા દ્વારા વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમા ટ્રેનિંગ અંગે માહિતી તેમજ ભવિષયમાં વિદ્યાર્થીઓને અન્ય આંતરાષ્ટ્રીય સંસ્થાઓમાં જવા માટે પ્રોત્સાહન આપવામા આવ્યુ આચાર્ય તથા પ્રોજેકટ કો પી.આઇ.ડો.કે.એ.ખુંટ, રજીસ્ટ્રાર ડો.કપી.એમ.ચૌહાણ, વિદ્યાર્થી કલ્યાણ પ્રકૃતિ નિયામકશ્રી ડો.વી.આર. માલમ તથા યુનિવર્સિટી અધિકારીઓ ઉપસ્થિત રહેલ નજરે પડે છે.

(11:55 am IST)