Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જૂનાગઢ મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી

જૂનાગઢ :  મહિલા સશકિતકરણ પખવાડીયું ઉજવણી-૨૦૨૦ અંતર્ગત મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર-જૂનાગઢ અને કેશોદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, મહિલા શકિત કેન્દ્ર, ૧૮૧ (અભયમ) મહિલા હેલ્પલાઇન વગેરેના તમામ કર્મચારીઓએ સોશ્યલ ડિસટન્સનું પાલન કરીને જિલ્લાના તમામ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર-જૂનાગઢ કેશોદ, સખી-વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના સંયુકત ઉપક્રમે જિલ્લામાં મહિલા કર્મયોગી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સેટકોમ કાર્યક્રમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટેની કાનૂની જોગવાઈઓ ટી.વી.ના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ પરથી તેમજ મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફત મહિલાઓ/કિશોરીઓએ સમગ્ર દિવસની ઉજવણીમાં સહભાગી થઇ લાભ મેળવ્યો હતો.

(11:54 am IST)