Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

આમરણ ચોવીસીમાં ૨૪ કલાકમાં ૨૦ ઇંચ

જામનગર - કચ્છનો વાહન વ્યવહાર બંધ હાઇવે ઉપર પાણી : માવનુગામનું નાળૂ તુટી ગયુ

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૨૪ : આમરણ ચોવીસી પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ ઇંચથી વધુ ભારે વરસાદ પડી જતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઉપરવાસ પણ ભારે વરસાદને કારણે કોયલી પાસેના ડેમી-૩ ેમના એકીસાથે ૧૩ દરવાજા ૧૦ ફુટ ખોલવાની ગત મધ્યરાત્રીએ ફરજ પડી હતી.  આમરણ ચોવીસીના ધુળકોટ, માવનુગામ, અંબાલા બેલા, પાડાબેકડ, ઉટબેટશામપર, ઝિંઝુડા, ફડસર, રાજપર વગેરે ગામો બેટમાં ફેરવાઇ જતા સંપર્ક વિહોણા બન્યા છે.

અત્રેથી પસાર થતા જામનગર - કંડલા કોસ્ટલ હાઇવે પર માવનુગામના પાટીયા પાસેનું નાલુ તૂટી પડતા જામનગર - કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ થયો છે. હાલ જામદુધઇથી ખારચીયા સુધીના ૧૩ કિ.મી. હાઇવે પર ઠેર ઠેર પૂરના પાણી ફરી વળ્યા છે.

આમરણના દાવલશાવાસમાં કેડ સમાણા પાણી ઘુસી જતાં ઘરોમાં પાણી ભરાયા છે. બસ સ્ટેશન વિસ્તારમાં હોટલોમાં અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. ડાયમંડનગર, ઇન્દિરા આવાસ, ટાટાનગર વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

(11:17 am IST)