Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ઓખામાં શિવ પુત્ર ગણેશને વધાવવા અનેરો ઉત્સાહ : ઓખા બેટ ૧૧ દિવસનો ઉત્સવ ઘરોમાં મનાવાશે

(ભરત બરાઇ દ્વારા) ઓખા, તા.ર૪ : ઓખા બેટમાં શ્રાવણ માસે શિવ ૩૦ દિવસની આરાધના કર્યા બાદ ઓખાવાસીઓ શિવ પુત્ર ગણેશના સામૈયા કરી ગણેશ સ્થાપન કર્યા છે.

ઓખામાં દરેક ધાર્મિક ઉત્સવ ખૂબજ ધામધુમથી ઉજવાય છે. તેમાંયે ગણેશ ચતુર્થીના ગણેશના જન્મદિનની ઉજવણી તો અગિયાર દિવસ ખૂબજ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

ઓખામાં પ્રથમ તો એકજ ગણેશની સ્થાપના થતી હતી, પરંતુ હમણા થોડા વર્ષોથી અહીં ગામના દરેક એરીયા વાઇસ અલગ-અલગ ગણેશ પંડાલો ઉભા કરી ગણેશની જુદી જુદી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવતી હતી.

આ વર્ષે કોરોના કારણે ધરોમાં જ ગણેશ મૂર્તિની સ્થાપનાઓ થયેલ છે. અહીં સમુદ્ર કિનારે આવેલ ગણેશ મંદિરે પણ આ વર્ષે નાની મૂર્તિ સાથે પૂજારી પરિવાર દ્વારા ખૂબજ સાદગીથી આ ઉત્સવ ઉજવવામાં આવશે. તસ્વીરમાં સ્થાપન થયેલ ગણેશજીની મૂર્તિ નજરે પડે છે.

(10:57 am IST)