Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કાલાવાડ નગરપાલિકાના પ્રમુખપદે નાકરાણી ઉપપ્રમુખ ચુંટાતા ભુપત વિરાણી

(કમલેશ આશરા) કાલાવાડ તા. ૨૪: ભાજપ શાસીત કાલાવાડ નગરપાલિકામાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે નગરપાલિકાના સભાખંડમાં  પ્રાંત અધિકારી-જામનગર(ગ્રામ્ય) શ્રી કે.પી.જેઠવાની અધ્યક્ષતામા નગરપાલિકાના ચુંટાયેલ સદસ્યોની બેઠક મળી હતી. તેમા પ્રમુખ તરીકે અજમલભાઇ હરીભાઇ નાકરાણી અને ઉપપ્રમુખ તરીકે વિરાણી ભુપતભાઇ નાનજીભાઇની બહુમતીથી વરણી કરવામા આવી હતી.

પ્રમુખ તરીકે ભાજપના અજમલભાઇ હરીભાઇ નાકરાણીના દરખાસ્ત મુકતાબેન વૃજલાલ ફળદુએ કરી હતી તેને મનોજભાઇ જાનીએ ટેકો આપ્યો હતો. જયારે ઉપપ્રમુખ તરીકે વિરાણી ભુપતભાઇ નાનજીભાઇના નામની દરખાસ્ત મુકેશભાઇ મહેતાએ કરી હતી તેને શાંતિભાઇ કોરાટએ ટેકો આપ્યો હતો. બંનેને ૨૮માંથી ૧૮ મત મળતા ચૂંટાયેલ જાહેર કરાયા હતા.

અજમલભાઇ વોર્ડ ૧ નંબરમાંથી  પ્રથમ વખત ચૂંટાયા છે જયારે ભુપતભાઇ વિરાણી વોર્ડ ૬ નંબરથી પ્રથમ વખત ચુંટાયા છે.

નવનિયુકત પદાધિકારીઓને જીલ્લા ભાજપના મહા મંત્રી ડો.વિનોદભાઇ ભંડેરી, ગણેશભાઇ મુંગરા, વિપુલભાઇ પટેલ, શહેર ભાજપના પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ, મહામંત્રી અભિષેકભાઇ પટવા, વિજયભાઇ ફળદુ, ભાજપ અગ્રણી હસુખભાઇ વોરા, રાજુભાઇ પાઘડાર, વલ્લભભાઇ સાંગાણી, વલ્લભભાઇ વાગડીયા, ભાજપના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોએ આવકારી અભિનંદન આપ્યા હતા.

કારોબારી ચેરમેન તરીકે રંજનબેન પ્રફુલભાઇ રાખોલીયા શાસક ૫ક્ષના નેતા તરીકે મુકેશભાઇ મહેતા તથા શોભનાબેન અશ્વીનભાઇ ઝીંઝુવાડીયાની દંડક તરીકે વરણી કરવામાં આવી છે.

(10:55 am IST)