Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

બગસરા ડેપોની મહુવા-બગસરા બસ ફાટકવાળા રોડ પાસે ફસાઇઃ ડેપો મેનેજર ઘેર હાજર

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા. ર૪ :.. બગસરા એસ. ટી. ડેપોની મહુવા - બગસરા લોકલ રૂટની બસ, બસ સ્ટેન્ડ તરફ આવવાના રસ્તા પર સામે બીજી બસ આવતા સીંગલ પટ્ટીનો રોડ હોવાથી સાઇડમાં લેવા જતા બસ ફસાઇ હતી. મહામુશીબતે મુસાફરો તથા ડ્રાઇવર કન્ડકટરનો બચાવ થયો હતો. હાલ જોતા એસ. ટી. ડેપો ધણીધોરી વગરનો હોય તેમ મનફાવે તેમ ડેપો મેનેજર પોતાના વતન તરફ ચાલ્યા જાય છે. આજે પણ ડેપો મેનેજર હાજર નથી. છેલ્લા બે દિવસથી ડેપોમાં હાજર ન હોવાનું મુસાફરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો. એસ. ટી. વર્કશોપમાં હેન્ડ મીકેનીક પણ મનફાવે તેમ ચાલ્યા જય છે. એક કલાક કરતા વધુ બસ પડી રહી હતી. તે રસ્તા પર ટ્રાફીક જામ થઇ ગયેલ હતી. બાજુમાં ઇલેવન લાઇન હોવાથી લોકો અને ડ્રાઇવર કન્ડકટરનો ચમત્કારી બચાવ થયો હતો.

(10:55 am IST)