Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગોંડલમાં સીસકારા બોલાવતા મરચા

ગોંડલ તા. ર૪ :.. અહીંની શાક માર્કેટમાં ભારે વરસાદ હોવાથી શાકભાજી ઉતારવા જઇ શકતા ન હોવાથી અને બહારની આવક પણ ઓછી હોવાથી શાકભાજીના ભાવ સાંભળી લોકોના સીસકારા અને રાડ બોલી જાય છે. ગોંડલીયા મરચા કિલોના ૧૪૦ થી ૧પ૦ રૂ. અને બીજા શાકભાજી સરેરાશ ૮૦ થી ૧૦૦ રૂ. છે બટેટા પણ ૪૦ રૂ. કિલો છે. લોકોનું બજેટ ખોરવાઇ ગયું છે. 

(10:55 am IST)