Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મોટા ઝીંઝુવાડાની શાળાએ લોકડાઉન વચ્ચે પણ પગારની ચુકવણી કરી

રાજકોટ : મોટા ઝીંઝુવાડાની ઁ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત શિવકુમારી વિદ્યાલયે લોકડાઉન વચ્ચે પણ શાળા સ્ટાફને પગાર ચુકવી માનવતાની મહેક પ્રસરાવી છે. આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી રાજુબાપુ ગોસ્વામીની આ પહેલ બદલ ઠેરઠેરથી અભિનંદનો વર્ષિ રહ્યા છે. આ શાળાની ખાસીયત એ છે કે શાળા તેમજ હોસ્ટેલની કોઇ ફી લેવામાં આવતી નથી. ધો.૧ થી ૮ પ્રાયમરી શિક્ષણ ચાલે છે. જેમાં અનાથ ગરીબ અને વાડી વિસ્તારના ખેતમજુરોના બાળકો અભ્યાસ કરે છે. શાળાનો તમામ ખર્ચ શિવકથાકાર રાજુબાપુ ઉપાડે છે. સંસ્થામાં બપોરે શુધ્ધ ભોજન પણ પીરસવામાં આવે છે. તેનો પણ કોઇ ચાર્જ નથી. વિદ્યાર્થીઓ સંકોચ ન અનુભવે એટલે શાળાનો સ્ટાફ પણ ભોજન લેવા સાથે બેસે છે. દરમિયાન હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં લોકડાઉન હોવા છતા આ શાળાએ શિક્ષકોનો પગાર બંધ કર્યો નહોતો. તમામ સ્ટાફને પગાર ઉપરાંત ડ્રેસ અને કાપડ પણ આપવામાં આવ્યુ. જે બદલ તમામ સ્ટાફવતી આચાર્ય પરેશભાઇ સરવૈયા, શિક્ષક રવિભાઇ જોષી, અંકિતભાઇ કાળીયાણી, હિરલબેન બગથલીયા, દૈવયાનીબેન બગથલીયા, અમીબેન મહેતા, વિભુતીબેન રાદડીયાએ આભારની લાગણી વ્યકત કરેલ.

(10:54 am IST)