Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પોરબંદરઃ દારૂના વિવિધ ગુન્હા આચરનાર કરશન કાના કોડીયાતરની 'પાસા' તળે ધરપકડ

પોરબંદર તા.ર૪ : દારૂના વિવિધ ગુન્હા આચરનાર કરશન કાના કોડીયાતરની પોલીસે પાસા તળે  ધરપકડ કરીને સુરત જેલ હવાલે મોકલી આપેલ છે.

પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીઓની સીધી સુચના અન્વયે જિલ્લામાં પ્રોહીબીશન ગુન્હામાં પાસા હેઠળ અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને એલસીબી પી.આઇ. એમ.એન. દવેનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો. સ્ટે.માં પ્રોહી. એકટ કલમ ૬૬ (૧) બી, ૬પ ઇ, ૮૧, ૯૮(ર) મુજબના ગુન્હાના કામના આરોપી કરશન કાના કોડીયાતર (ઉ.વ.૧૯) રહે. ગંડીયાવાળાનેસ તા. રાણાવાવ જિ. પોરબંદર વાળા વિરૂધ્ધમાં એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન. મોદી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયત રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઇ એએસઆઇ એમ.એન.દવેએ પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી  - કર્મચારી પોરબંદર એલસીબી પીઆઇ એમ.એન.દવે તથા એએસઆઇ રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ, બટુકભાઇ વિંઝુડા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ નકુમ, મહેશ શિયાળના રોકાયેલ હતા.

(10:54 am IST)