Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ધોરાજીમાં બિનવારસી મળેલ દારૂ અંગે બે આરોપી ઝડપાયા

ધોરાજી : અગાઉ તા.રપ-૭-ર૦ર૦ના રોજ સુપેડી ગામની સીમ મોજ ડેમની પાંચ નંબરની કેનાલમાં પ્રવિણભાઇ ડઢાણીયાની વાડી સામે અવાવરૂ જગયામાં કોઇ અજાણ્યા ઇમસે પરપ્રાંતનો ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧૩ર૦ કિંમત રૂ.૩,૯૬,૦૦૦નો મુદામાલ બીન વારસી મુકી ગયેલ હોય જે બાબતે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ પોર્ટ સી.ગુ.ર.નં.૧૧ર૧૩૦૧ ૦ર૦૦૮૪૮ પ્રોહી એકટ કલમ ૬પ (ઇ), ૧૧૬ (બી) મુજબનો ગુન્હો ગઇ તા.ર૬-૭-ર૦ર૦ના રોજ રજી. કરવામાં આવેલ હોય જે બાતમીદારો તથા ટેકનીકલ સોર્સ મારફતે આરોપીઓ અંગે માહિતી મળતા (૧) જશો પરબત કચરાભાઇ ભારાઇ રબારી (ઉ.વ.૩૦) રહે. ડુમીયાણી આરોપી દિન-ર ના રિમાન્ડ પર (ર) અતુલભાઇ હમીરભાઇ ભારાઇ ઉ.વ.૩ર રહે. હાલ ખલીલપુર ગામ તા. જી.જુનાગઢ મુળ  ડુેમીયાણી (સદરહુ આરોપીને હસ્તગત કરેલ છે)ને પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ એસ.એમ.વસાવા, યુએચસી આર.કે.બોદર, યુએચસી સીટી વસૈયા, પીસી અનિરૂધ્ધસિંહ ઝાલા, પીસી પ્રેમજીભાઇ કીહલા, પીસી બળદેવભાઇ સોલંકી, યુએલઆર સહદેવસિંહ ચૌહાણ, યુએલઆર પ્રદિપસિંહ ચુડાસમાએ ઝડપી લીધેલ છે.

(10:57 am IST)