Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કેશોદના ખીમદાણા ગામે ભકિત જ્ઞાન ભવનમાં ગણેશ ચતુર્થી નિમિતે ૧૦૮ લાડુનો ભોગ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૨૪ : હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશજી વિઘ્નહર્તા દેવછે જે વિઘ્ન અને સંકટોથી બચાવી જીવનના દરેક સપનાઓ અને ઈચ્છાઓ પુરી કરનારા દેવ માનવામાં આવે છે. દર વર્ષે ભારતભરમાંઙ્ગ શ્રીગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે.ઙ્ગ

હાલમાં કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલ ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં વ્યાસ પરિવાર દ્વારાઙ્ગ છેલ્લા વીસ વર્ષથી ગણેશ ચતુર્થીનીઙ્ગ ઘરે જ સહ પરિવાર સાથે ઉજવણી કરવામાં આવે છે. જયોત્સનાબેન વ્યાસ દ્વારા ભકિતભાવ સાથે પોતાના હાથેઙ્ગ માટીના ગણેશની મુર્તી બનાવી વિવિધ શણગારો સાથે સહ પરિવાર દ્વારા પુજા સાથે પ્રાતઃ મધ્યાહન સાંદય આરતી કરવામાં આવે છે.ઙ્ગ ગણેશ ચતુર્થી નિમીતે પ્રસાદિરૂપે ૧૦૮ લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતોઙ્ગ અને ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં રહેતા સમગ્ર વ્યાસ પરિવાર દ્વારા ગરવા ગજાનને મંત્રોચ્ચાર જાપ પુજા સાથે પ્રાર્થના કરી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી બચાવવા ગરવા ગજાનન કૃપા કરી સુખ સમૃદ્ઘિ શાંતી આપે તેવી વિઘ્નહર્તા ગણેશજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના લોક કલ્યાણ અર્થે ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં શ્રાવણ મહિના નિમીતે પણ આખો મહીનો ભગવાન ભોળાનાથની પુજા કરવામાં આવી હતી. તેમજ દરેક ધાર્મિક તહેવારોની પણ ભકિત જ્ઞાન ભવન આશ્રમમાં ઉજવણી કરવામાં આવે છે.

(10:51 am IST)