Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જૂનાગઢ પર્વત ઉપર આવેલ ઉપલા દાતાર વિસ્તારમા ધોધ માર વરસાદ: પાણી પાણી: અહ લા દયક નજારો

જૂનાગઢ પર્વત ઉપર આવેલ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા માં વરસાદી માહોલ ચારેકોર પાણી પાણી છેલ્લા ધણા દિવસો થી મેધરાજા મન મૂકી સતત હેત વરસાવી રહ્યા છે ત્યારે છેલા બેદિવસ થી અવિરત ધોધ માર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જગ્યા માં ચારે બાજુ પાણી વહી રહ્યાં છે ગુફા માં પણ પાણી વરસી રહ્યું છે પહાડ ઉપર થી પણ પાણી ના ધોધ વહી રહ્યાં છે ત્યારે જગ્યા ના દરેક વિભાગો પાણી પાણી થઇ ગયા છે આજે બપોરે મહંત ભીમ બાપુ એ વરસાદી વાતાવરણ ના વિડિયો બનાવી વોટ્સેપ ઉપર મુકેલા છે મોસમ નો સો ટકા થી ઉપર વરસાદ વરસી ગયો છે ત્યારે જગ્યા ખાતે ના પ્રાચીન કુવા વાવ છલોછલ ભરાઈ ગયા છે અને હજુ વરસાદ વરસી રહ્યો છે નાના મોટા વોકળા અને જારના માં ખળ ખળ વહેતા પાણી નો અહ લા દયક નજારો જોવો મળી રહ્યો છે.

(11:48 pm IST)