Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પંથકમાં ભારે વરસાદને કારણે મોરબી જીલ્લામા ૧૦ માંથી પાંચ ડેમના દરવાજા ખોલાયા : ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ હાલમાં ઓવરફ્લો થયો : મહાકાય મચ્છુ ૧ ડેમ એવરફલો થવાની તૈયારીમાં

મોરબી : જીલ્લાના ૧૦ માંથી પાંચ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે કેમ કે, આજે પડેલા ભારે વરસાદના લીધે હાલમાં સ્થાનિક ડેમમા નવા નિરની મબલખ આવક થયેલ છે.

જે ડેમના દરવાજા ખોલ્યા છે તેમા ડેમી -૩ ડેમના છ દરવાજા, ઘોડાધ્રોઇ ડેમનો ત્રણ દરવાજા, બ્રાહ્મણી-૨ ડેમનો એક દરવાજો, ડેમી -૨ ડેમના સાત દરવાજા, મચ્છુ-૩ ડેમના બે દરવાજા ખુલ્લા રાખ્યા છે અને ટંકારા તાલુકાનો બંગાવડી ડેમ હાલમાં ૦.૪૦ એમટી થી ઓવરફ્લો થઇ રહ્યો છે તો મહાકાય મચ્છુ ૧ ડેમ એવરફલો થવાની તૈયારીમાં છે

(9:58 pm IST)