Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કચ્છમાં ધોધમાર વરસાદ : સફેદ રણ દરિયાના બેટમાં ફેરવાયું : અંજાર સાડા પાંચ ઈંચ, રાપર-ભચાઉ ચાર ઈંચ, માંડવી-મુન્દ્રા ૩ ઈંચ

ભુજ, નખત્રાણામાં પોણો ઈંચ, લખપતમાં ઝરમર ઝરમર : વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં તંત્ર એલર્ટ

(ભુજ) કચ્છમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે રાત્રે ૮ વાગ્યા સુધી પૂર્વ કચ્છ અને ખાવડા ખડીરના રણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વધુ વરસાદને પગલે કચ્છના ધોરડોનું વિખ્યાત સફેદરણ દરિયાના બેટમાં ફેરવાયું છે.

આજે સૌથી વધુ વરસાદ અંજારમાં નોંધાયો છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં લખપતમાં માત્ર ઝરમર ઝરમર સાથે માત્ર ૨ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે લખપતને અડીને આવેલા અબડાસામાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. નખત્રાણા અને ભુજમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જોકે, મુન્દ્રા, માંડવીમાં આજે પણ ૩ ઈંચ વરસાદ સાથે મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

(11:23 am IST)