Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વાંકાનેરમાં વાલાસણમાં માતા અને પુત્રીને છરીના ઘા ઝીકાયા : માતાનું મોત

ભુવા પાસે દાણા જોવડાવવા જતા ડખ્ખો થયો : આરોપી વિક્રમ ગોરધન ફૂલતરીયાએ ભુવાની પત્ની અને દીકરીને છરીના ઘા ઝીંક્યા : પોલીસે તપાસ શરૂ કરી

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં ભુવા પાસે એક શખ્શ દાણા જોવડાવવા ગયો હોય ત્યારે ભુવા સુતા હોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને માતા અને પુત્રીને છરીના ઘા ઝીંકી દીધા હતા. જે બનાવમાં માતાનું સારવારમાં મોત થયું હતું જયારે દીકરી સારવાર હેઠળ છે.

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના રહેવાસી પુજાબેન રમણીકભાઈ ફૂલતરીયા દેવીપૂજકે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા રમણીકભાઈ કુળદેવીના ભુવા હોય અને આરોપી વિક્રમ ગોરધન ફૂલતરીયા રહે વાલાસણ તા., વાંકાનેર વાળો દાણા જોવડાવવા જતા તે છત પર સુતા હોવાનું જણાવ્યું હતું, જેથી સારું નહિ લાગતા આરોપી વિક્રમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના પિતાને ઉઠાવવા બાબતે ઝઘડો કર્યો હતો. અને પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદી પુજાબેનને ઈજા કરી તેમજ તેની નાની બહેન કાજલને પેટના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી અને માતા કંચનબેનને છરીનો ઘા ઝીંક્યો હતો, જેથી ઈજાગ્રસ્તને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા.

જ્યાં સારવાર દરમિયાન કંચનબેનનું મોત થયું છે અને બનાવ હત્યામાં પલટાયો હોય વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(9:41 pm IST)