Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જૂનાગઢ જિલ્લામાં સાબેલાધાર વરસાદ : અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વિસાવદરમાં 5 ,માણાવદરમાં ત્રણ, જુનાગઢ અઢ્ઢી તથા માળીયા ,ભેસાણ ,વંથલીમાં બે - બે ઇંચ ખાબકયો

જૂનાગઢ: જિલ્લામાં સવારથી મેઘરાજાએ મહેર કરતાં સવારના છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં કેશોદમાં સવા જૂનાગઢમાં અડધી ભેસાણ 2 મેંદરડામાં એક માંગરોળમાં અડધો માણાવદરમાં ત્રણ માળિયા હાટીના 2 વંથલીમાં બે તથા વિસાવદરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.

(9:09 pm IST)