Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

મોરબીમાં આડા સંબંધમાં પત્નીએ દિયર સાથે મળી પતિની કરી હત્યા

મોરબીઃ મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલ આસુતોષ સિરામીક કારખાનાની મજુરની ઓરડીમાંથી ગત તા.૨૭ એપ્રિલના રોજ જસંવત કાળુ બાધરી નામના મજુર યુવાન સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં જે તે સમયે આ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ બન્યું હતું મૃતક યુવાન સાથે રહેતા તેના પિતરાઇભાઇ પપ્પુ બાધરી તથા મૃતકની પત્ની આ બનાવ બાદ રહસ્યમય  સંજોગોમાં લાપતા બની જતા બન્ને તરફ શંકા ઘેરી બની હતી. અને બાદમાં પોલીસે અમ બન્ને ફરાર આરોપીઓ સામે હત્યા ગુનો નોંધી  તપાસ હાથ ધરી હતી. પણ બન્ને આરોપીઓ ઝડપાયા ન હતા. તે દરમ્યાન જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી મુકેશ ચૌધરી તથા ટીમે મોરબી તાલુકા વિસ્તારમાંથી આરોપી  પપ્પુ  અને મૃતકની પત્નીને ઝડપી લીધા હતા. તપાસમાં આરોપી  પપ્પુ મૃતકનો પિતરાઇ ભાઇ થયા છે. એ નાતે તે બનાવ બન્યાના થોડા સમય  પહેલા જ તે મૃતકનો અને તેની પત્નીને અહીં કામે લોવ્યો હતો. અને ત્રણેય સાથે રહીને મજુરી કામ કરતા હતા. એ દરમ્યાન પપ્પુ અને મૃતકની પત્ની વચ્ચે આડો સબંધ બંધાયો હતોે. જેની પતિને ગંધ આવી જતા મામલો હત્યા સુધી આવી પહોચ્યો હતો.

(2:08 pm IST)