Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મોરબીના જેતપરમા તબીબ સામે છેડતી-એસ્ટ્રોસિટીની ફરિયાદના વિરોધમાં ગ્રામજનોએ બંધ પાળ્યો

ફરિયાદ રદ અહીં થાયતો સરકારી હોસ્પિટલને તાળાબંધીની ચીમકી ;કલેક્ટરને આવેદન પાઠવ્યું

 

મોરબીના જેતપર ગામે સરકારી હોસ્પિટલના તબીબ સામે નોંધાયેલી છેડતી અને એટ્રોસિટીની ફરિયાદના વિરોધમાં ગ્રામજનોએ આજે બંધ પાળ્યો હતો. સાથે ફરિયાદ ખોટી હોવાનું જણાવીને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ઉપરાંત તબીબ સામેની ફરિયાદ રદ નહીં થાય તો સરકારી હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

(10:37 pm IST)