Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જામકંડોરણાના સોળવદર-નાના દુધીવદર ગામે જુગારના દરોડાઃ ૧૨ શખ્સો પકડાયા

રાજકોટ તા.૨૪: તાલુકાના સોળવદર અને નાના દુધીવદર ગામે પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા.પ્રથમ દરોડામાં જામકંડોરણાના હેડ કો. જે.એન. પરમાર સહિતના સ્ટાફે નાના દુધીવદર ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અજીતભાઇ બાવનજીભાઇ મકવાણા, (ર) શૈલેષભાઇ બાબુભાઇ રામોલીયા, (૩) હરસુખભાઇ હંસરાજભાઇ રામોલીયા, (૪) ચીમનભાઇ ગોૈબરભાઇ લાખાણી, (પ) રસીકભાઇ જમનભાઇ રામોલીયા તથા (૬) દિનેશભાઇ પરષોતમભાઇ રામોલીયા રે. તમામ નાના દુધીવદરને રોકડા રૂ. ૧૪૨૭૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.

તેમજ સોળવદર ગામે હેડ કો. જીતેન્દ્રભાઇ પરમાર સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) નરેન્દ્રભાઇ દેવાભાઇ સારીખડા, (ર) પરસોતમભાઇ મેધાભાઇ સારીખડા, (૩) બટુકભાઇ ઉર્ફે ચોટી બચુભાઇ ખાંભલા, (૪) ભુપતભાઇ ગીગનભાઇ ખાંભલા, (૫) રામજીભાઇ લખમણભાઇ સારીખડા, (૬) કાનજીભાઇ મંગાભાઇ સારીખડા ને રોકડ રૂ. ૧૯૪૧૦ અને ગંજીપાના સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.(૧.૧૬)

 

(4:03 pm IST)