Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જાફરાબાદના લુણસાપુર ગામ પાસે કંપનીમાં અકસ્માતથી યુવતિનું મોતઃ એક ગંભીર

 રાજુલા, તા. ૨૪ :. જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ પાસે આવેલ સિન્ટેક્ષ કંપનીમાં આજ રોજ સાંજના ૪ વાગ્યા આસપાસ અકસ્માત થયો હતો.

યુનિટ નં. ૮ માં કામ કરતી હિનાબેન ગોવિંદભાઈ બાંભણીયા (ઉ.વ.૨૦) તથા સોલંકી સંગીતાબેન મનુભાઈ (ઉ.વ.૧૮) રહે. બન્ને ગરાળ તા. ઉના જે રીંગ ફ્રેમનું કામ કરતી હતી ત્યારે અકસ્માત સર્જાતા આ બન્ને યુવતીઓ ગંભીર ઘાયલ થયેલ હતી.

જેમાથી હિનાબેન ગોવિંદભાઈ બાંભણીયાનું હનુમંત હોસ્પીટલમાં મૃત્યુ થયેલ છે. જ્યારે સંગીતાબેન મનુભાઈ સોલંકીને ભાવનગર રીફર કરેલ છે.

(3:45 pm IST)